- મહારાષ્ટ્રના અક્કકુવા તાલુકાના અંબારીબાર જેવા ડુંગરાળ વિસ્તારમાં રાત્રીના પાંચ કી.મી ચાલીને જઈ પકડી લાવતી સાગબારા પોલીસનું ઓપરેશન
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૧૯૯૦માં બનેલ ધાડના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૩૫ વર્ષથી પોલીસને અનેક વાર ચકમો આપતો ફરાર આરોપી મહારાષ્ટ્ર માંથી ઝડપાયો છે.મહારાષ્ટ્રના અક્કકુવા તાલુકાના અંબારીબાર જેવા ડુંગરાળ વિસ્તારમાં રાત્રીના પ કી.મી ચાલીને જઈ સાગબારા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ રાજપીપલા ડીવિઝન રાજપીપલાના માર્ગ દર્શન હેઠળ સી.ડી.પટેલ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસો સાગબારા પોલીસ સ્ટેશનના નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા એ દરમ્યાન સાગબારા પોલીસ સ્ટેશન ૧૯૯૦નો ઈ.પી.કો.કલમ-૩૯૫, તથા બી.પી.એકટ કલમ-૧૩૫, મુજબના કામે આરોપીઓએ ફરિયાદીના ઘરે લુંટ કરવાના ઈરાદે પથ્થરો ફેંકી ફરીયાદી તથા સાહેદોને ઈજાઓ કરી દુકાનમાં પ્રવેશી તેમજ ઘરમાંથી તિજોરી માંથી સોના-ચાંદીના દાગીના રોકડા રકમ તથા દુકાનનો પરચુરણ સરસામાનની લુંટ આચરેલ.જે ગુનામાં છેલ્લા ૩૫ વર્ષથી પોલીસને અનેકવાર ચકમો આપી,પોલીસ પકડથી નાસતા-ફરતો હતો. આ આરોપી પકડાયેલ આરોપી કાલા દિત્યા વસાવે રહે.અંબારીબાર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને પકડી પાડવા માટે હ્યુમન સોર્સથી બાતમી મેળવી છેલ્લા બે દિવસથી તેના આશ્રય સ્થાનો ઉપર વોચ રાખી,મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના અત્યંત દુર્ગમઅને પહાડી વિસ્તારમાં આશરે પ કી.મી રાત્રીના પગપાળા ચાલી આરોપીને અંબારીબાર ગામેથી પકડી તેની સામે સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is