best news portal development company in india

કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં દુધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ખાતે ભરૂચ જીલ્લાકક્ષાના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

SHARE:

ભરૂચ,

સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતાં ભરૂચ શહેરના ભોલાવ સ્થિત દૂધધારા ડેરીના ગ્રાઉન્ડના આંગણેથી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કુંવરજી હળપતિએ પરેડનું નિરિક્ષણ કરી સલામી ઝીલી હતી.રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી હતી.

મંત્રીએ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ તમામ પ્રત્યે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. આપણું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે.બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે.તેની પ્રસ્તાવના – “આપણે, ભારતના લોકો” શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં વધુ સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરવો તે આપણી સૌની ફરજ છે. ત્યારે ગુલામીના સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી છે મહામૂલી આઝાદીના એ સંઘર્ષ જ આપણા જીવન મૂલ્યો  છે.

આ પ્રસંગે ભરૂચ જીલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં ભરૂચની ભૂમિને ઉજવળ કરી તેવા બહુમુખી પ્રતિભાઓ ધરાવતાં કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ,છોટે સરદાર ચંદુભાઈ દેસાઈ, છોટુભાઈ પુરાણી વગેરે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવવા માટે પ્રેરણા આપી, રાષ્ટ્રીય ચેતના જગાડી એવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. 

ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગરબા, ગીત, યોગ નિદર્શન સાથે ભાવપૂર્ણ પ્રસ્તુતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગેજીલ્લામાં અંગદાન કરનાર પરિવારજનો, નોંધપાત્ર સિધ્ધી મેળનાર રમતવીરો, જીલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભરૂચ તાલુકાના વિકાસ માટે રૂપીયા ૨૫ લાખનો ચેક પ્રભારી મંત્રીએ જિલ્લા ક્લેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો.તથા શ્રેષ્ઠ પ્લાટૂન, શ્રેષ્ઠ ટેબ્લો તેમજ શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરી સન્માનિત કરાઈ હતી.

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા,ડી.કે.સ્વામી,જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપશે, પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ,આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ,કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ભરૂચના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!