best news portal development company in india

જંબુસરના સામોજ ગામે તાલુકાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ અને આ પર્વની ભારતભરમાં ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.ત્યારે જંબુસર તાલુકાકક્ષાના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની સામોજ ગામે ઉજવણી કરવામાં આવી હતી.પર્વ નિમિત્તે સરકારી કચેરીઓને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી હતી.સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.તાલુકાકક્ષાની ઉજવણી સામોજ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.જ્યાં મામલતદાર એન.એસ.વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં.મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વયોવૃદ્ધ વડીલોનું સન્માન, આઈસીડીએસ જંબુસર ઘટક એક ટંકારી તથા ઘટક બે કોટેશ્વરની વર્કર તથા હેલ્પર બેનને માતા યશોદા એવોર્ડ, શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરનાર મિત્રોનું ઉપસ્થિતોના હસ્તે સન્માનિત કરાયા હતા.આ સહિત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ અમિષા શાહ તથા સદસ્યો, અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કોટ બારણા ખાતે નગરપાલિકા પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું.તથા શહેરની શાળાઓ એસ એન્ડ આઈસી હાઈસ્કુલ ખાતે નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશ ખારવાના વરદ હસ્તે ધ્વજવંદન બાદ હાજી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જનતા કેળવણી મંડળ સંચાલિત ભગીની શાળાઓનો ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો.જ્યાં એનસીસીના બાળકો દ્વારા પરેડ યોજાઈ હતી. અને ખજાનચી અજય ભંડારીના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયુ હતું.તથા નવયુગ વિદ્યાલય પ્રાથમિક વિભાગ તથા મધુબા કન્યા વિદ્યાલય ખાતે ભરૂચ જીલ્લા માનવસેવા સમાજ મંડળ મંત્રી ભૂપતસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે દામજીભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કર્યું હતું.જંબુસર ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિ વર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એડવોકેટ જશુભાઈ મિસ્ત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ,નગરજનો,બાળકો જોડાયા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!