– તિલકવાડા તાલુકાના નલિયા ગામની દીકરીએ ભારતીય વુમેન્સ ક્રિકેટ ટિમમાં સ્થાન મેળવીને ગામનું નામ રોશન કર્યું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકા ના નલિયા ગામની દીકરીએ ભારતીય વુમેન્સ ક્રિકેટ ટિમમાં સ્થાન મેળવી ને ગામનું નામ રોશન કર્યું છે.
નલિયા ગામના મુસ્લિમ પરિવારની દીકરી સાઈમા ઠાકોર કે જેણે વર્ષ ૨૦૨૪ માં ભારતીય વુમેન્સ ક્રિકેટ ટિમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.નર્મદા જીલ્લાના નાનકડા ગામ અને સામાન્ય પરિવારમાંથી આવતી સાઈમાએ ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવાનું સ્વપ્ન જાણે બાળપણમાં જ જોઈ લીધું હોય તેવું હતું.આમ તો નલિયા મુંબઈમાં રહે છે અને નલિયા મામાંનું ગામ છે.
સાઈમા વેકેશનમાં નલિયા આવતી ત્યારે તેના પરિવારના બીજા બાળકો કેરી તોડવા જતા,સંતા કુકડી જેવી રમતો રમતા પણ સાઈમા તો છોકરાઓ સાથે ક્રિકેટ રમતી મુસ્લિમ પરિવારમાં અનેક પ્રકારની પાબંદીઓ હોઈ છે.પણ સાઈમાના પરિવારે તેના માટે એવી કોઈ પાબંદીઓ રાખી ન હતી.તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતો હતો.પરિવાર નલિયાથી મુંબઈ રહેવા ગયેલ સાઈમા મુંબઈમાં ક્રિકેટ માટે કોચિંગ કરીને તેને ક્રિકેટને પોતાનું પ્રોફેશન બનાવી લીધું હતું.તેના પિતા નોકરી કરતા અને તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા.સાઈમાને ક્રિકેટ રમવાની પ્રેરણા ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલન ગોસ્વામી અને મેન્સ ટિમના ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જિમી એન્ડરસન માંથી મળી હતી.આ બને ક્રિકેટરો સાઈમા ના પસંદીદા ખેલાડીઓ છે.સાઈમા એ તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી.જેમાં તેને ૨ વિકેટ પણ ઝડપી હતી અને તેને એવોર્ડ પણ મળ્યો હતો.આ દિવસને તે હંમેશા યાદગાર દિવસ ગણાવી રહી છે.જોકે વુમેન્સ ક્રિકેટ માં દેશ માટે સાઈમા કઈક કરી છૂટવા માંગે છે.સાઈમા ભારતીય વુમેન્સ ટિમ માં એક બોલર ઓલરાઉન્ડર તરીકે રમી રહી છે.હાલ તેને વુમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ તરફથી ખરીદવામાં આવી છે.જેની પહેલી મેચ વડોદરા ના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાશે.
તેના પરિવાર નું કહેવું છે કે અમે તેને ભારત તરફ થી રમતા જોઈ ખૂબ ગર્વ અનુભવીએ છે.નલિયા ગામ ના સરપંચ પણ કહી રહ્યા છે કે સાઈમા જ્યારે ગામ માં આવતી તો બધા કરતા અલગ જ રમતો રમતી તે બળદ ગાળા માં બેસી જતી અને ગામ ના ભાગોળે થી દોડીને ગામમાં આવતી. ગામમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી તો ગ્રામજનોને આશ્ચર્ય થતું હતું પણ આજે ઈન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમે છે તો અમને ખૂબ ગર્વ થાય છે કે અમારા ગામ અને જીલ્લાનું નામ રોશન કર્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is