ભરૂચ,
મૌની અમાવસ્યાના રોજ ભક્તિ અને આસ્થાના સંગમ એવા મહાકુંભ પ્રયાગરાજમા અમૃતસ્નાન માટે શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ભરૂચ ખાતેથી ૧૫૦ થી વધુ શ્રદ્ધાળુઓનો જવા રવાના થયા હતા.
મહાકુંભમાં બીજુ અમૃત સ્નાન તારીખ ૨૯ મી ના રોજ છે અને આ દિવસે પોષ વદ અમાસ કે જે મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે.મૌની અમાવસ્યાએ અમૃત સ્નાનનું વિશેષ માહત્મ્ય રહ્યું છે.બુધવારે અમાવસ્યાએ શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ સાથે ૧૪૪ વર્ષે અનોખો સંયોગ સર્જાશે.જેને લઈ તારીખ ૨૯ મી ને બુધવારે મૌની અમાવસ્યાએ પ્રયાગરાજ ખાતે કરોડો ભક્તો અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવશે.
ભારત સહીત વિશ્વ માંથી શ્રધ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે ભરૂચન ઝાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ખાતેથી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાધેવેન્દ્ર દાસજીની આગેવાનીમાં ૧૫૦ થી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ માટે નીકળ્યા હતા.
મહંત રાધેવેન્દ્ર દાસજીના જણાવ્યા અનુસાર ભરૂચ માંથી ૩ જેટલી બસમાં ગુજરાતી સમાજ, સોની સમાજ અને ચૌધરી સમાજના ૧૫૦ થી વધુ શ્રદ્ધાળુ પ્રયાગરાજ જઈ રહ્યા છે જે તારીખ ૨૯ ને મૌની અમાવસ્યાના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે અમૃત સ્નાન કરશે.ભરૂચ થી પ્રયાગરાજ જતા મહંત રાઘવેન્દ્રદાસજી અને શ્રધ્ધાળુઓને ઉપસ્થિત હે ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર અને શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોએ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is