best news portal development company in india

રાજપીપળાના શિવરામ પરમારના નવા ગઝલ આલ્બમનું કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર દ્વારા મુંબઈની તાજ હોટલમાં રીલીઝ કરાયું

SHARE:

– પદ્મશ્રી મુમતાઝ મિર્ઝા લિખિત ગઝલોના આ આલ્બમમા પદ્મશ્રી ડૉ સોમા ઘોષે અવાજ આપ્યો


(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળાના રતન અને પનોતા પુત્ર એવા સંગીતકાર અને ગાયક શિવરામ પરમાર ના નવા ગઝલ આલ્બમનું (કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર) એડવોકેટ આશિષ સેલાર (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ કલ્ચરલ અફેર) દ્વારા તારીખ ૨૪/૦૧/૨૦૨૫ ના રોજ મુંબઈની તાજ હોટલમાં રીલીઝ કરવામાં આવ્યું હતું.પદ્મશ્રી મુમતાઝ મિર્ઝા લિખિત ગઝલોના આ આલ્બમ મા પદ્મશ્રી ડૉ સોમા ઘોષે અવાજ આપ્યો છે.
ગઝલના વિષય પર વાત કરતા શિવરામ કહે છે કે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ અને પાશ્ચાત્ય સંગીત લોકો પર એટલી હદે હાવી થઈ ગયુ છે કે સંગીત ની બીજી બધી શૈલી ઓ પરથી લોકો નું ધ્યાન હટી ગયું છે.એક સમય હતો કે જ્યારે ભારતીય સંગીત દુનિયા ભરમાં છવાયેલું હતું. પરંતુ હવે પશ્ચિમ તો ઠીક પણ ભારત મા પણ શાસ્ત્રીય સંગીત અને ગઝલ જેવી શૈલી ઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી જોવા મળી રહી છે.
આવા સમય મા ગઝલનું આખું આલ્બમ રિલીઝ કરવું એક જોખમ છે પરંતુ એ માટે આ આલ્બમ મા ગઝલોને થોડીક અલગ રીતે શણગારવામાં આવી છે.આ ગઝલો મા આધુનિક સાઉન્ડ સાથે સીમફની નો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જોકે કમ્પોઝિસન રાગ આધારિત જ કરવામાં આવ્યા છે.શિવરામ પરમારે જણાવ્યું હતું કે તેઓને જ્યાં જ્યાં મોકો મળે ત્યાં ભારતીય સંગીત નો ઉપયોગ અચૂક કરે છે. બાકી, લોકો ને આવી ગઝલો ગમશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે પણ દરેક વ્યક્તિ એ દરેક ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરતા રહેવું જોઈએ.આ પ્રસંગે નિર્માતા નિર્દેશક ધીરજ કુમારે પણ હાજર રહીને સૌ ને શુભેચ્છા પાઠવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!