(સંજય પટેલ,જંબુસર)
જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડયા છે.
જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન.વલવીની ટીમને પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.જેથી પોલીસે રેઈડ કરતાં જુગાર રમત તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ,ઈર્ષાદબેગ આબેદબેગ મિર્ઝા,ફૈજુલ ગુલામ મલેક,રવીદાસ સુકાભાઈ વાઘેલા,જાવીદ અબ્દુલ હફીજ મલેક,સલમાન ઉર્ફે જુઠ્ઠી ઈસ્માઈલ પટેલ અને ઈકરમ સિકંદર મલેકને ઝડપી પાડયા હતા.જ્યારે સાજીદ ઉર્ફે અંદો મહમંદ શેખ ફરાર થઈ જતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૧૪,૪૩૦,પ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૨૦,૫૦૦, ૨ મોટર સાયકલ કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ અને જુગાર રમવાના સાધનો મળી કુલ ૧,૫૪,૯૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is