(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયાના જૂના ટોઠીદરા ગામે સરકારી ગૌચરની જમીન માંથી રેતીનું વહન કરતાં ભારે વાહનોની અવર જવર બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં સરકારી ગૌચર જમીનમાં મોટાભાગના ગામોમાં દબાણ કરી તેના પર ખેતી કરી ગેરકાયદેસર રીતે ઉપજ મેળવવાના અસંખ્ય બનાવો બની રહ્યા છે.ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારમાં લિવ સંચાલકો દ્વારા સરપંચના મેળાપીપણામાં ગૌચરના જમીનોમાંથી રેતી ઉલચતા વાહનોને પસાર કરવા માટે બબ્બે વાહનો એકસાથે પસાર થાય તેવા રસ્તાઓ બનાવી દેવાયા છે.તાલુકાના જુના ટોઠીદરા ગામની ગૌચરની જમીનમાં લીઝ સંચાલકો દ્વારા રસ્તો બનાવી દેતા અને તે રસ્તા પરથી ભારે વાહનો બંધ કરાવવા ગામના લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામના માં સર્વે નં.૧૭૭ કે જે સરકારી ગૌચરની જમીન છે,જે માંથી માત્ર ખેડૂતો માટે પગદંડી રસ્તો જ હતો પરતું જુના ટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ સત્તાનો દુરઉપયોગ કરી લિઝ ધારકો સાથે સાંઠગાંઠ કરી પૈસા લઇ નર્મદા નદીના પટ માંથી વડોદરા જીલ્લાની લીઝો ચાલે છે એ લીઝો માંથી થતાં રેતી ખનનનાં વહન માટે આપી દીધેલ હોય ખેડૂતોને અવર જવર કરવામાં, ઓવરલોડ અને પાણી નીતરતી ટ્રકો અને સતત ધૂળ ઉડવાના કારણે ખેડૂતોના પાકોને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું હતું.જે બાબતની રજુઆત વારંવાર સરપંચ અને પંચાયતમાં કરી હતી પરતું સરપંચ એમની મનમાની કરતાં હોય જે થાય તે કરી લેજો ટ્રકો તો ચાલશે જ એમ કહી અમારી અવગણના કરતાં હતા,છેવટે ત્રાસીને ગ્રામજનો અને ખેડૂતો સરકારી ગૌચર માંથી જતો રસ્તો ખોદી નાખ્યો હતો.
તેમની રજુઆત છે કે આ રસ્તો કાયમ માટે માત્ર ખેડૂતો માટે જ રહે અને જે સરકારી ગૌચરની જગ્યા માંથી ગેરકાયદેસર રીતે રસ્તો રેતીનાં વહન કરવા માટે બનાવવામાં આવેલ છે એ કાયમ માટે બંધ થાય તે મુજબની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is