ભરૂચ,
અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક એક દુકાનમાં ગેસ રિફિલિંગની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે એક ઈસમને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
ભરૂચ જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એ.એચ.છૈયાએ એસઓજીની ટીમને એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.આ દરમ્યાન એસઓજીની ટીમને અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ગડખોલ પાટિયા નજીક ચંડાલ ચોકડી મહિન્દ્રાનગર ખાતે આવેલ શિવશંકર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ઉદય મંડલ નામનો એક ઈસમ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે.એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર દુકાનમાં ૧૫ કિલોની ગેસની બે બોટલો તેમજ ૦૫ કિલોની બે બોટલો ઉપરાંત ગેસ રિફિલિંગ પાઈપ નંગ ૧ તથા એક ઈલેકટ્રીક વજન કાંટો મળી આવેલ. પોલીસે દુકાન માંથી મળેલ ગેસ રિફિલિંગ કરવાનો આ સામાન કુલ રૂપિયા ૫,૫૦૦ ની કિંમતનો કબ્જે લીધો હતો અને અનઅધિકૃત અને સળગી ઉઠે તે રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવાના ગેસ રિફિલિંગના ગુના હેઠળ સદર ઈસમ ઉદયકુમાર કુલદિપ મંડલ રહે.મહિન્દ્રા નગર,ચંડાલ ચોકડી,ગડખોલ પાટિયા પાસે, અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાને ઝડપી લઈને તેના વિરૂધ્ધ અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is