(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ફરીયાદી પટેલ અશોક અરવિંદ સાથે આરોપી દિલીપ રમણ પટેલને મિત્રતાના સંબંઘો હતા.મિત્રતાના સંબંઘોના નાતે આરોપીને આકસ્મિક સંજોગોમાં નાણાંની જરૂર પડતા આરોપીએ ફરીયાદી પાસેથી હાથ ઉછીના રૂા.પ,૦૦,૦૦૦ ની માંગણી કરેલી વઘુમાં,
આરોપીએ જણાવેલ કે “થોડા દિવસમાં તમારા પૈસા પરત કરી દઈશ.” પરંતુ ઘણો સમય હોવા છતા આરોપીએ ફરીયાદીના ઉછીના લીઘેલ ૨કમ આપેલ નહી.જેથી ફરીયાદીની વારંવાર ઊઘરાણીના કારણે આરોપીએ, ફરીયાદીને ઉપરોકત રૂપીયાના અવેજ પેટે એક્સીસ બેંક, રાજપીપલા શાખાનો તા.૧૦/૦૭/૧૯ના રોજ ચુકવણી પાત્ર થતો ફરીયાદીના નામનો ચેકનં.૦૩૫૪૫૭વાળો ચેક આપેલો અને આરોપીએ, ફરીયાદીને જણાવેલ કે “સદરહું ચેક બેન્કમાં રજુ કરશો એટલે તમોને તમારા નાણાં રોકડા ચુક્તે મળી જશે.” એવો પાકો વિશ્વાસ અને ભરોસો આપેલો.જેથી આરોપીએ લખી આપેલ ચેક ફરીયાદીએ સ્વીકારેલો.ત્યાર બાદ આરોપીએ ફરીયાદીને લખી આપેલ ચેક નં.૦૩૫૪૫૭ ફરીયાદીના આઈ.ડી.બી.આઈ બેંક રાજપીપલા શાખાના ખાતામાં તા.૧૧/૭/૨૦૧૯ના રોજ વટાવવા જતા આરોપીએ લખી આપેલ ચેક આરોપીના ખાતામાં નાણાંનો અભાવ હોવાથી ‘ફંડ ઈનશફીસીયંટના શેરાથી આરોપીનો ચેક બેંકે તા.૧૧/૦૭ ૨૦૧૯ના રોજ મેમા સાથે પરત કરેલ છે. જેથી ફરીયાદીએ તા.૦૫/૦૮/૨૦૧૯નાં રોજ એડવોકેટ જીતેન્દ્રસિંહ જે ગોહીલ મારફતે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ મુજબ રજી.પો.એ.ડી થી નોટીસ મોકલી.ચેકનાં નાણાં દિન ૧૫ માં ચુક્વી આપવા માટે જાણ કરેલી. જે નોટીસ આરોપી બજી ગયેલ છે.જેનો જવાબ પણ આરોપીએ આપેલ નથી.જેથી આરોપીને નોટીસની બજવણી થઈ ગયેલ છે.તેમ છતાં તેઓએ ચેકની રકમ રૂા.૫,૦૦,૦૦૦ ચુકવેલ ન હોય જેથી ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ નામદાર એડી.ચીફ ખાંટ સાહેબની કોર્ટમાં ચાલી જતા જેમાં ફરીયાદી તર્ફે વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી નેગો. એક્ટની ક્લમ ૧૩૮ મુજબ સુરવાર ઠેરવી ૧ વર્ષની તથા રૂા.૫,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ કરતા ચેક આપનારોમાં ભારે ચકચાર જાગી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is