ભરૂચ,
ભરૂચ જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે.જેમાં જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલેજ વિસ્તારમાં મોટા જુગારધામ પર દરોડો પાડી ૨૫ જુગારીઓને ૭.૦૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના એસ.ટી.કોલોની વિસ્તારમાં રહેતો ઈકરામ ઈનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે.આ માહિતીના આધારે પોલીસે ટંકારીયા ગામે અડોલ રોડ પર એસ.ટી.કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડયો હતો.દરોડા દરમ્યાન પોલીસે ૨૫ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સ્થળ પરથી રોકડા ૨,૧૦,૮૭૦,મોબાઈલ ફોન ૨૨,૧ તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ ૭,૦૮,૩૭૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પોલીસે મોહસીન ઈનાયત લાલન સહિત ૧૦ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી (૧) ઈકરામ ઈનાયત લાલન (૨) મેહબુબ વલીભાઈ પટેલ (૩) જીતેન્દ્ર નગીનભાઈ વાળંદ (૪) ઈમરાનમીયા સબ્બીરમીયા મલેક (૫) ઈદ્રીશ રસુલભાઈ મલેક (૬) નીલેશ રણછોડભાઈ ઠાકોર (૭) અયુબ ગુલામ રસુલ શેખ (૮) રીઝવાન યુસુફ પટેલ (૯) તોસીફ રફીક પટેલ (૧૦) અકબર યુસુફ મલેક (૧૧) ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બોળીયા (૧૨) શશીકાંત હીમ્મતભાઈ શાહ (૧૩) મનીશ કાનજીભાઈ રાજપુત (૧૪) નરોત્તમ લવજીભાઈ પ્રજાપતી (૧૫) દિનેશ કાંતીભાઈ પરમાર (૧૬) ભાવેશ રાવજીભાઈ વસાવા (૧૭) ભગવાન રાજારામ સોનવણે (૧૮) વિવેક વિનોદભાઈ પરમાર (૧૯) દિલીપકુમાર ગોપાલચંદ જૈન (૨૦) શ્રવણકુમાર બાબુલાલ જૈન (૨૧) રાજુ માધવ પાટકર (૨૨) રામચંદ્ર શ્રીધર ગૌડ (૨૩) દિપકકુમાર બાબુભાઈ મીસ્ત્રી (૨૪) વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને (૨૫) અમીત હેમંતકુમાર શાહને ઝડપી પાડયા હતા.
જ્યારે પોલીસ પકડથી (૧) મોહસીન ઈનાયત લાલન (૨) યુસુફ લક્કડ (૩) મુબારક દસુ (૪) નાસીર ઈબ્રાહીમ લાલન (૫) સરફરાજ ભીખા મઠીયા (૬) શહેઝાદ સાદીક લાલન (૭) નઈમ મજીદ લખા (૮) ઉસ્માન માલજી ઉર્ફે પટૌડી (૯) ઐયુબ ઉર્ફે રાજેશ ટીલીયા અને (૧૦) સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કરીને તેમણે ઝડપી પાડવાની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is