(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ SOG પોલીસે નેત્રંગ તાલુકાના અશનાવી ગામ માંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ SOG પોલીસને મળી હતી.જેથી પીઆઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના અશનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે.જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા.જેમાં પોલીસને સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ ૧૫૨૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.જ્યારે ડીઝલના જથ્થા અંગે પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી ૧.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમ ટ્રક ચાલકોના મેળાપીપણામાં ડીઝલનો જથ્થો લઈ છૂટક ભાવે વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is