best news portal development company in india

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળતા ૩૩ કામોને મંજૂરની મ્હોર : રાષ્ટ્રગીતના અપમાન મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને

SHARE:

– બિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો
– પાલિકાના રોજમદાર મૃતક કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી તેમજ ચાલુ નોકરી પર મૃત્યુ વળતર મુદ્દે સભાનો અંત તોફાની બન્યો


ભરૂચ,
ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સમાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે રોડ,ગટર અને ડમ્પીંગ સાઈટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.તો પાલિકાના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારીના મુદ્દે અંતમાં ભારે હોબાળો મચી જવા પામતા સત્તાપક્ષે રાષ્ટ્રગીતનું અપમાન કરી સભા પૂર્ણ કરી દેવાતા વિપક્ષ આક્રમક જોવા મળ્યું હતું.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી બે મિનિટના મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ,રોડ,ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી ઘણી ચકમક ઝરી હતી.વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણમાં ભરુચ અને પાલિકાની ઓળખ જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા.તો સેનેટરી વિભાગ દ્વારા શહેર માંથી ડોર ટુ ડોર દ્વારા ઉઘરાવતો કચરા માટે પ્રાઈમરી કલેક્શન સેન્ટર અને ડમ્પીંગ સાઈટના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષી સભ્યોના વિસ્તારના રોડ,લાઈટ સહિતના કામો કરવામાં આવનાર છે કહી કુનેહ પૂર્વક સભાનું વાતાવરણ વધુના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા.જોકે સભાના અંતમાં પાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ સવાલો ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું તે દરમ્યાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાના આક્ષેપ સાથે શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એક બીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતાં બંને પક્ષના આગેવાનોએ મામલો થાળે પાડવા જહેમત ઉઠાવી હતી.વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે વિવિધ રોડ અને ફીસ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઈને આવકારી હતી પણ પાલિકાના મૃતક કર્મચારી શંભુભાઈ વસાવાના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્રગીતની આડમાં કઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.તો બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે ભરુચના વિકાસ માટેના ૩૩ જેટલા કામોને સામાન્ય સભાના મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડીમોલેશન બાદ નવો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક શંભુભાઈ વસાવાના પરીવારની પડખે પાલિકા હોવાનો પણ એક્રરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા પૂર્ણ જાહેર કર્યા વગર જ સત્તપક્ષે રાષ્ટ્રગીત શરુ કરી દઈ અપમાન કર્યું છે ત્યારે આ અપમાન ને લઈને પાલિકા તંત્ર કે વિપક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરશે કે આવું તો ચાલ્યા જ કરે તેવી નીતિ અપનાવાઈ રહી છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!