ભાજપના ઉમેદવારે ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી નોંધાવી : આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારી નોંધાવી
આમોદ,
ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડતાં પેટા ચુંટણી માટે આજરોજ ભાજપના ઉમેદવારે મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમા આવેલા ભાજપ કાર્યાલયથી ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી આશીર્વાદ લીધા હતાં.ત્યાર બાદ મામલતદાર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડૉ.સુપ્રિયા ગાંગુલીને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ આપ્યુ હતું.તેમની સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ખેતીવાડી બજાર સમિતીના ચેરમેન સુરેશ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ,તાલુકા પંચાયતના સદસ્યો,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,આમોદ નગર પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામા ભાજપના સમર્થકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા જંગી બહુમતી સાથે વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જીલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપે બેઠક સાચવી રાખવા કમર કસી છે.
આમ આદમી પાર્ટીના જયંતિભાઈ મોતીભાઈ વસાવાએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવતા ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક માટે રસાકસી ભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is