– નાવડીઓનો પુલ બનાવી ૩૫૦ મીટરની ચૂંદડી માં નર્મદાને અર્પણ કરી
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ખળખળ વહેતી, રૌદ્ર સ્વરૂપ માટે જાણીતી, સેંકડો લોકોની તરસ છીપાવતી પાવન સલીલા માં નર્મદાની જન્મ જયંતિ ની ઝઘડિયા તાલુકામાં ખૂબ જ ભકિતભાવ રીતે અલૌકીક વાતાવરણમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.નર્મદાના ખોળે વસેલું ઝઘડીયા તાલુકાનુ ભાલોદ ગામે પણ માતાજીના પૂજા-વિધિ અને આરાધના કરવામાં આવી હતી.નર્મદા કિનારે વસેલા ભાલોદ ગામે આવેલા સમસ્ત ભાલોદ ગામ તેમજ ગાયત્રી દત્ત આશ્રમ દ્વારા દર વર્ષે મહા સુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.નર્મદા જયંતિ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતો.ભાલોદ ગામે આવેલા મહાકાળી માતાજીના મંદીરેથી કુમારી કન્યાઓની કળશયાત્રા તેમજ નર્મદા માતાજીનીની પ્રતિમાની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ગાયત્રી મંદિર ખાતે સવારે ૯ કલાકે હોમાત્મક યક્ષપૂજા રાખી હતી.યજ્ઞ સમાપન બાદ સમૂહ મહા આરતી યોજાય હતી.સાંજે નર્મદાનદી કિનારે નર્મદામૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કીનારે અભિષેક સાથે|ભવ્ય આતીશબાજી સાથે દિપ દાનની ધાર્મિક વિધી કરી હતી. નર્મદા નદીની વચ્ચે નાવડીઓને પૂલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને ૩૫૦ મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લીધો હતો.નામામી દેવી નર્મદેના નાદથી નર્મદા નદીના કાંઠા ગુંજી ઉઠયા હતા.નદીના મધ્યભાગમાં મગરોની અવર જવર વચ્ચે ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય મોહત્સવની ઉજવાયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is