– ઝઘડિયા ડિવિઝનમાં ઝઘડિયા,ઝઘડિયા જીઆઈડીસી,રાજપારડી,ઉમલ્લા,નેત્રંગ અને વાલિયા પોલીસ મથકોનો સમાવેશ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નવા ડીવાયએસપી ડિવિઝનનો પ્રારંભ કરાતા તેમાં ઝઘડિયા,ઝઘડિયા જીઆઈડીસી,રાજપારડી,ઉમલ્લા,નેત્રંગ અને વાલિયા મળી કુલ છ પોલીસ મથકોને સમાવી લેવાયા છે.ઝઘડિયા ખાતે શરૂ થયેલ નવા ડીવાયએસપી ડિવિઝનની કચેરીને ગતરોજ તા.૫ મીના રોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે રિબિન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી.આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા ડિવિઝન ડીવાયએસપી અજયકુમાર મીના,સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત જીઆઈડીસીના કંપની સંચાલકો તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ડીવાયએસપી ડિવિઝનનું વિભાજન કરીને નવું ઝઘડિયા ડિવિઝન બનાવવામાં આવ્યું છે અને ઝઘડિયા જીઆઈડીસી ખાતે નવનિર્મિત ઝઘડિયા ડિવિઝનની કચેરીને ગતરોજ ખુલ્લી મુકવામાં આવતા ઝઘડિયા ડિવિઝનનો વિધિવત પ્રારંભ થયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is