– માતર ટોલ પ્લાઝાથી એક્ઝિટ થતી ગાડીઓનો દહેગામ સુધીનો ટોલ કપાયાની લોકબુમ
– ફાસ્ટ ટેગમાંથી બે વાર ટોલટેક્સ કપાયા અને મેસેજ બે દિવસ પછી આવ્યા
આમોદ,
આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારત માલા નામ આપવામાં આવ્યું છે.જે દેશમાં એકમાત્ર આઠ લાઈન એક્સપ્રેસવે તરીકે કાર્યરત થયો છે.માતર ગામ સ્થિત ટોલપ્લાઝા પર લોક બુમ ઉઠવા પામી છે કે ટોલટેક્સના પૈસા બબ્બે વાર કપાય છે અને મેસેજ બે દિવસ પછી છે અને કેટલીય ગાડીઓનો માતર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે તો પણ દેહગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસુલાત થતી હોવાની લોક બુમ ઉઠી છે.
વાહન માલીકોએ ટોલ પ્લાઝાએ રજુવાત કરી તો સમગ્ર મામલે બેંકો જવાબદાર છે અને બેન્કની ટેકનિકલ ખામી હોવાનું હાજર ટોલ પ્લાઝાના કર્મચારીએ જણાવ્યું હતું.સમગ્ર ટેકનિકલ ખામી બાબતે મેલ પણ કર્યા છે.પણ હાજર ટોલ પ્લાઝાએ બેંકોને મેલ કર્યા છે તેની કોમ્પ્યુટર કોપી માંગતા ઉપરી જવાબદાર ટોલપ્લાઝાનાં અધિકારી સાથે ટેલીફોનિક વાત કરવાનું કહેતા અમિત ગુપ્તા સાથે વાહન માલીકની વાતમાં જણાવવામાં આવ્યું કે એન.એચ.એ.આઈનાં ટોલ ફ્રી નંબર ૧૦૩૩ ઉપર કોલ કરીને ફરિયાદ કરી દો અને ટોલ ટેક્સ પર હાજર કર્મચારી અને ટેલીફોન પર વાત કરનાર ઉપલા અધિકારીએ હાથ ઊચા કરી દેતા ટોલ પ્લાઝા પર હાજર અનેક વાહન માલિકોમાં ચાલતી લોક ચર્ચા મુજબ આ કૌભાંડ કે ટેકનિકલ ખામી છે એ પ્રશ્નો ઉભા થયા હતા.
ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ કપાત અથવા વધારાની ચુકવણીના કિસ્સામાં NHAIના ટોલ ફ્રી નંબર ૧૦૩૩ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.આ નંબર પર કોલ ડાયલ કરીને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે.જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પરત કરવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયામાં ૨૦ થી ૩૦ દિવસનો સમય લાગી શકે છે.તો દરરોજનું અપડાઉન કરનાર વાહન માલીકો દરરોજ પોતાના ખોટી રીતે ફાસ્ટ ટેગ કપાયેલા પૈસા માટે ૨૦ થી ૩૦ દિવસ રાહ જોવાનો વારો આવ્યો છે.જેથી આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા ઉપર તપાસની લોક માંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is