– પટેલ ટાઈલ્સ એન્ડ પેવર્સ વાવડી. ખાતેથી જોખમી વ્યવસાયમાં કામ કરતો તરૂણ શ્રમિક ઝડપાયો
– જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું.
– તરૂણ શ્રમિકને મુક્ત કરી શ્રમિકના નિવેદનો લઈન સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા જકાતનાકા અને વાવડી રોડ વિસ્તારમાં આવેલી સંસ્થાઓમાં ટાસ્કફોર્સની આકસ્મિક રેડ થી દોડધામ મચી જવા પામી હતી.જેમાં જોખમી વ્યવસાયમાં કામ કરતો એક તરૂણ શ્રમિક ઝડપાયો છે.જોખમી વ્યવસાયમાં આ તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું.
નર્મદામાં જિલ્લા ટાસ્ક કમિટીએ સપાટો બોલાવીને રેડ કરી ને તરૂણ શ્રમિકને મુક્ત કરાયો હતો.શ્રમિકના નિવેદનો લઈને શ્રમિકને કામે રાખનાર સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.તરૂણ શ્રમિકને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે સોપવામાં આવ્યો છેસંસ્થા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
નર્મદા જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા જિલ્લામાં બાળ શ્રમિકો પાસે કરાવતી સંસ્થાઓ તેમજ જોખમી વ્યવસાયમાં કામ કરતાં તરૂણ શ્રમિકોને મુક્ત કરાવવા માટેની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કમિટી દ્વારા ગુરૂવારના રોજ રાજપીપળા જકાતનાકા અને વાવડી રોડ વિસ્તાર ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન પટેલ ટાઈલ્સ એન્ડ પેવર્સ મુ.પો. વાવડી, રાજપીપલા રોડ, ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમિયાન જોખમી વ્યવસાયમાં તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવ્યું હતું.ટીમ દ્વારા આ તરૂણ શ્રમિકને મુક્ત કરાવી જરૂરી કાર્યવાહી કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે સોપવામાં આવ્યો હતો. સાથે તેને કામે રાખનાર સંસ્થા અને શ્રમિકના નિવેદનો લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં નર્મદા જિલ્લા ઇન્ચાર્જ સરકારી શ્રમ અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ,નર્મદા માંથી સામાજીક કાર્યકર, પોલીસ હેડ ક્વાટર્સ નર્મદામાંથી પોલીસ કોન્સ્ટેબલ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નર્મદા તરફથી નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, નર્મદા તરફથી આંકડા મદદનીશ દ્વારા સંસ્થા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is