best news portal development company in india

ડેડીયાપાડાની ઝાંક તાલુકા પંચાયત બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ : ઝાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને સાગબારા  તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ યોજાવાની છે.જેમાં દેડીયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક આં બને બેઠક પર ભાજપનાં ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે,સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે.સાથે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે.આ બંને બેઠકો ભાજપની હતી.ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમો ઉતારી દીધી છે.ત્યારે ખાસ કરીને ઝાંક બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે.ત્યારે શું છે મતદારો નો મિજાજએ જાણવા નર્મદાના પ્રતિનિધિની ટીમ ઝાંક ગામે પહોંચી હતી.

નર્મદા જિલ્લાનું ડેડીયાપાડા તાલુકાનું ઝાંક છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે.દેડીયાપાડાના ઝાંક ગામની અનુ.આદિજાતિ બેઠક પર ભાજપ માંથી સરેશવસાવા, આમ- આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષ માંથી એક ફોર્મ ભરાયા છે.જયારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવાઅને કોંગ્રેસના સરલા વસાવા સહીત બે ફોર્મ અપક્ષ મળે કુલ ૫ ફોર્મ ભરાયા છે.જોકે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારીનોંધાવતા ચૂંટણી હવે વધુ રસપ્રદ બની ગઈ છે.

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ યોજાવાની છે.જેમાં દેડીયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક આં બને બેઠક પર ઝાંક તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે તેમાં છ ગામની તાલુકા પંચાયત છે.જેમાં ઝાંક,સજનવા, તાબદા, ખૈડીપાડા, રૂખલ અને કેળ આ ગામની પંચાયતમાં અંદાજે ૭૦૦૦ જેટલા મતદારો છે.ગયે વખતે ૨૧૦૦ થી વધુ મતદાન આ બેઠક પર થયું હતું.જેમાં પ્રથમ વિજેતા ઉમેદવારને ૨૬૦૦ થી વધુ મત મળ્યા હતા.બીજા ક્રમે કોંગ્રેસ, ત્રીજા ક્રમે બીટીપી અને ચોથા ક્રમે આપ રહી હતી. આ વખતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી ત્યારે આ ચતુષકોણીય જંગમાં શું ભાજપ પોતાની બેઠક જાળવી રાખશે કે આપ આ બેઠક છીનવી લેશે?

કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું રહેશે એતો ચૂંટણીના પરિણામોં જ બતાવશે.સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે હાલ ચૂંટણી પ્રચારમાં ઝાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું છે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં કરી રહ્યા છે બધા પક્ષોએ જીતના દાવા કરી રહ્યાં છે.મતદારોને પૂછતાં મતદારો જણાવે છે કે જે અમારા ગામનો કરશે વિકાસ એને મળશે અમારા મત ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ઝાંક બેઠકપર ચૂંટણી જંગ જામ્યો છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટાચૂંટણી જંગ જીતવા ત્રણેય પક્ષોના મરણીયા પ્રયાસો શરુ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!