– વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ તંત્રએ માહોલ શાંત પાડ્યો
– આચાર્ય શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોષી-ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરીક તકરાર ચાલતો હતો.જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશ્નર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.પરંતુ આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો. આચાર્ય-શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું.તેવા સંજોગોમાં આદિજાતિ કમિશ્નરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જી.પંચમહાલ તો સહાયક શિક્ષક હિમાંશુ જોષીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જી.તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જી.તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતાં નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા.નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓએ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે?શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ ધર્યા તે બાબતે તપાસ પણ થવી જરૂરી બની છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is