– ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હોટલ મેનેજર સહિત ૪ લોકોને વોન્ટેડ જાહેર કર્યા
અંકલેશ્વર,
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈન માંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત ૮ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જયારે મેનેજર સહીત ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળા એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જુના હાઈવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાં રૂમ નંબર ૩૦૬ માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા ૩૦ હજાર અને ૬ મોબાઈલ ફોન તેમજ એક બાઈક મળી કુલ ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલો ફળિયામાં રહેતો અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક,અઝીમ ઐયુબ બક્સ,નઈમ ઈસ્માઈલ મદાફરીયા,મોહંમદ ઝૈદ મોહંમદ વોરા પટેલ,મોહસીન કમરૂદીન દીવાન અને આસિફ ઉસ્માન મલેક,ઝાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદીક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો જયારે હોટલના મેનેજર સહીત ચાર જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is