અંકલેશ્વર,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે ૬ ફેબ્રુઆરી ૨૦૨૫ નાં રોજ ૬૭મો દિક્ષાત સમારોહ યોજાયો હતો.જેમાં સેંટ સ્ટીફન ઈન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી આણંદ ખાતે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૨-૨૦૨૪ એમ.એસસી (આઈ.ટી) માં અભ્યાસ કરતાં વસાવા નિરવકુમાર મનિષભાઈને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને તેમણે માતા રસીલાબેન, પિતા મનિષભાઈ, કુટુંબીજનો, શાળા-કોલેજ તેમજ સમસ્ત આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.તમારી અસાધારણ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન સરદાર પટેલ યુનિવર્સિટી કક્ષાએ તમારું સમર્પણ, સખત મહેનત અને દ્રઢતાનું ખરેખર ફળ મળ્યું છે આ સ્મૃતિ ચિન્હ માત્ર તમારી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું જ નહીં પરંતુ તમે દરેક પ્રયત્નો માટે લાવેલા જુસ્સા અને પ્રતિબદ્ધતાનું પણ પ્રતિક છે.આ સિદ્ધિ તમને તમારી ભાવિ સફરમાં વધુ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is