best news portal development company in india

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય બુક ગીવીંગ ડે ની ઉજવણી સાથે પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા

SHARE:

ભરૂચ,
ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દિવસને *આંતરરાષ્ટ્રીય બુક ગીવીંગ ડેની ઉજવણી કરવા સાથે પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા.
આપણે ઘણીવાર સમાચારપત્રમાં એ સમાચાર વાંચ્યા હશે કે ‘દીકરીએ કરિયાવરમાં ઘરવખરીની ચીજ વસ્તુની જગ્યાએ પુસ્તકો માંગ્યા અને પિતાએ એના વજન અને ઊંચાઈથી વધુ ઊંચા પુસ્તકો ભેટમાં આપ્યા હતા.પુસ્તકોનું મહત્વ શું છે તે તેના લખનાર, વેચનાર (વિક્રેતા) અને વાંચનાર કરતા એને અમલમાં મુકનાર અને એના વિચારોનો અનુભવ કરનાર વધુ સારી રીતે જાણતો હોય છે. પુસ્તકો, અન્ય કોઈપણ માધ્યમો કરતાં વધુ, બાળકના ભાષા વિકાસ માટે સૌથી મૂળભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જે બાળકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેઓ ઝડપી દરે મોટી શબ્દભંડોળ વિકસાવે છે. પુસ્તકો બાળકની વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે પણ દર્શાવવામાં આવે છે.
આ દિવસની શરૂઆત મૂળ રીતે ઈંગ્લેન્ડમાં થઈ હતી.જોકે વર્ષોથી આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને હવે વિશ્વભરના પુસ્તક પ્રેમીઓ આ દિવસને પોત પોતાના અંદાજમાં ઉજવે છે.આ દિવસની શરૂઆત એમી બ્રોડમૂર (ડિલાઈટફુલ ચિલ્ડ્રન્સ બુક્સના અમેરિકન બ્લોગર) અને તેમના પુત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી.જેમણે આ વિચાર 2012માં ગરીબ વસ્તીવાળા વિસ્તારોમાં બાળકો માટે પુસ્તકોની જરૂરિયાત જોયા પછી આવ્યો હતો.એમના આ વિચારની બીજા બધાને જાણ થતા તેઓ પણ આ સરસ વિચારને અનુસરવા લાગ્યા હતા.માતા-પુત્રની આ જોડીએ ઝો ટોફ્ટ સાથે મળીને આ દિવસને વધુ લોકો સુધી વિકસાવવાનું કામ કર્યું.તેમના આ પ્રયત્નને કારણે પુસ્તકોથી વંચિત બાળકોમાં પુસ્તકોની પહોંચ અને એના એને વાંચવાનો ઉત્સાહ બંને વધવા લાગ્યા અને પછી આ આંતરરાષ્ટ્રીય બુક ગીવીંગ ડે તરીકે વિશ્વભરમાં પ્રચલિત થતો ગયો.
આજે એ જ ઉમદા વિચારને અનુસરતા ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીએ ભરૂચની શાંતિની કેતન શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને આમંત્રિત કરી તેઓને પુસ્તકો ભેટ આપી આંતરરાષ્ટ્રીય બુક ગીવીંગ ડેનો મહિમા સાર્થક કર્યો હતો.આ પ્રસંગે સેવાભાગી ભૂતપૂર્વ શિક્ષક મહેન્દ્રભાઈ સોનીએ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીની આ પ્રવુત્તિને બિરદાવી હતી અને પ્રયત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!