વડોદરાના તાંદળજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે આપીને બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી હતી.
ભાંડો ફૂટતા મહિલા અને તેના બે સંતાનોને ધર્મ પરિવર્તન માટે ધમકી આપી
મુસ્લિમ હોવા છતાં હિન્દુ વિધિ મુજબ મોહસિને પરિણીતા સાથે લગ્નનું તરકટ કર્યું હતું. ગત ઉત્તરાયણના રોજ પરિણીતાને મોહસિનની અસલિયતની જાણ થઈ હતી. તેણે આ અંગે મોહસિનને કહેતા ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ મોહસિને પરિણીતાને અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને કરીશ તો તને જાનથી મારી નાખીશ.
મોહસિને પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારે ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી 90 હજારની લોન પણ લેવડાવી હતી. આ ઉપરાંત તેણે પરિણીતા પાસેથી 1 લાખ રોકડા લીધા હતા, અને પોતાના મિત્રના નામે મોપેડ લીધું હતું. પરિણીતાએ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is