(સંજય પટેલ,જંબુસર)
આવતીકાલે રવિવારના રોજ નગર પાલિકા વોર્ડ નંબર ૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે.જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૧ માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચછુંઓમાં તરવરાટ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૧ ની પેટા ચૂંટણીમાં ભાજપા માંથી અમીષાબેન કરણ વાઘેલા,કોગ્રેસ માંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ,આપ માંથી કિરણબેન યોગેશકુમાર માછીએ ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું.આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી ૪ બુથમાં યોજાશે જેમાં ૨,૫૩૩ સ્ત્રી,૨,૪૨૫ પુરુષ મળી ૪,૭૮૩ કુલ મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે.પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ બન્યું છે. જેમાં ૧ જોનલ અધિકારી,૧ આસિસ્ટન્ટ જોનલ અધિકારી,૪ પ્રિસાઇડિંગ,એક રિઝર્વ,૪ એપીઆર,૧ રિઝર્વ,૮ પીઓ,૧ રિઝર્વ,૪ એફપી, ૨ રિઝર્વ અને કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પ્રાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન તથા જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયો હતો.તથા જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૧ પીઆઈ અને ૨૦ પોલીસ સ્ટાફ ફરજ બજાવનાર છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is