best news portal development company in india

હોસ્પિટલ માંથી દવા લઈ પરત ઘરે ફરતા વૃધ્ધના ખિસ્સા માંથી રૂપિયા ચોરાતા પોલીસ ફરિયાદ

SHARE:

– રીક્ષામાં બેસી ઘરે જતા વૃધ્ધને રીક્ષામાંથી ઉતર્યા બાદ પૈસા ચોરાયા હોવાની ખબર પડી : રીક્ષામાં બેઠેલ અન્ય બે ઈસમોએ પૈસા કાઢી લીધા હોવાની શંકા

ભરૂચ,

ભરૂચ ખાતે સિવિલ હોસ્પિટલ માંથી દવા લઈ ઘરે પરત ફરતા ૮૧ વર્ષીય વૃધ્ધ નાગરીકના ખિસ્સામાં મુકેલ રૂપિયા ૧૫,૦૦૦ ની રકમ ચોરાઈ હોવાની ફરિયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસમાં લખાવવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ ભરૂચ શહેરના જુના બજાર લલ્લુભાઈ ચકલા ખાતે રહેતા ૮૧ વર્ષીય વૃધ્ધ નાગરીક શંકરલાલ મંગળદાસ મહેતા તા.૧૪ મીના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ખાંસીની દવા લેવા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા.ત્યાર બાદ તેઓ સાડા ચાર વાગ્યાના અરસામાં દવા લઈને ઘરે પાછા જવા નીકળ્યા હતા તે દરમ્યાન દવાખાનાથી થોડે આગળ જતા એક રીક્ષામાં બેઠા હતા.રીક્ષામાં અન્ય બે અજાણ્યા ઈસમો પણ બેઠેલા હતા.આગળ જઈને રીક્ષા ચાલકને સ્ટેશન તરફ જવાનું હોઈ શંકરલાલને શાલીમાર ત્રણ રસ્તા પર ઉતારી દીધા હતા. ત્યારબાદ થોડે આગળ જઇને તેમણે પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી જોતા ખિસ્સામાં મુકેલ રૂપિયા ૧૫,૦૦૦ જણાયા નહતા.રીક્ષા માંથી નીચે ઉતરતી વખતે તેમની સાથે રીક્ષામાં બેઠેલા બે અજાણ્યા ઈસમોએ તેમની નજર ચુકવીને પેન્ટના ખિસ્સા માંથી રૂપિયા કાઢી લીધા હોવાની શંકા ગઈ હતી.પેન્ટના ખિસ્સા માંથી રીક્ષામાં બેઠેલ બે અજાણ્યા ઈસમોએ આ રોકડ રકમ કાઢી લીધી હોવાની શંકા સાથે તેમણે સદર બે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!