(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરના મામલતદાર કચેરી પેટ્રોલ પંપથી કાવી તરફ જતા રોડ પર રાત્રિના આશરે ૧૧ ના અરસામાં મહાકાય મગર આશરે ૧૨ ફુટનો રોડ પર અડીંગો જમાવી બેઠો હતો.કાવી તરફથી આવતા વાહન ચાલકે જોતા તે હેબતાઈ ગયો હતો અને જંગલ ખાતાને જાણ કરી હતી.મગર રોડ પર હોવાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક વાઈલ્ડ લાઈફને જાણ કરતા ટીમ સાથે આવી પહોંચ્યા હતા.જંબુસર નગરમાં વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા ઉંમટી પડ્યા હતા અને વન વિભાગ જંબુસર, વાઈલ્ડ લાઈફ ટીમ તથા જંબુસરના યુવા સ્વયંસેવકોની મદદથી મહા મહેનતે ૧૨ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું હતું.
વન વિભાગ આરએફઓ મનીષા આહીરને જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલ મગરની ડોકટરી તપાસ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is