– ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ વિજેતા ઉમેદવારે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી આશિર્વાદ લીધા
આમોદ,
ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડી હતી.જેની ૧૬ મી ફેબ્રુઆરીએ પેટાચુંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના મેલાભાઈ વસાવા,કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.રસપ્રદ બનેલી પેટા ચુંટણીમાં ૧૬,૨૮૧ મતદારોએ મતદાન કરતા ૫૦.૧૦ ટકા મતદાન નોંધાયું હતું.ત્યારે ૧૮ મી ફેબ્રુઆરીના રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચુંટણી અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલીના અઘ્યક્ષ સ્થાને મતગણતરી યોજાઈ હતી.કુલ ૭ રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં ભાજપાના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોથી આગળ રહ્યા હતા.જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ ભાજપના કાર્યકરોને ફટાકડાની આતશબાજીથી વાતાવરણ ગજવી મુક્યું હતું.૭ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાને ૧૦,૯૪૬,કૉંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ વસાવાને ૪,૪૮૩ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાને ૬૫૦ મત મળ્યા હતા.જ્યારે નોટામાં કુલ ૨૦૨ મત પડયા હતા.ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા ૬,૪૬૩ મતના જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા.
ભાજપના ઉમેદવાર વિજેતા બનતાં સૌ પ્રથમ ધારાસભ્ય ડી.કે.સ્વામી તથા ઉમેદવારે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી આશીર્વાદ લીધા હતા અને ડી.જેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું.જેમા ભાજપનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડાની આતશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવવી મોઢું મીઠું કરાવ્યું હતું.ભાજપની ભવ્ય જીત થતાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is