– ઝાંક બેઠક પર ભાજપને હરાવી આપનાં ઉમેદવાર રાહુલ વસાવાનો ૧૧૫૯ મતથી ભવ્ય વિજય
– ભાજપાનાં વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો : ગામના બિસ્માર રોડ રસ્તા,પાણી શિક્ષણનાં પ્રશ્નો નડયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાની બે પેટા ચૂંટણી પૈકી એક ઝાંકની બેઠક આપે ભાજપ પાસેથી આંચકી લીધી છે.આપ નેતા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપાનાં ગઢમાં ગાબડું પાડી ભાજપ પાસેથી ઝાંક બેઠક આંચકી લેતા આપનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.એક જ ચાલે ચૈતર વસાવા જ ચાલે,એક ધક્કા ઓર દો ભાજપ કો ફેંક દો નાં નારા આપે વિજય સરઘસમાં લાગયા હતા.
ઝાંક બેઠક પર ભાજપને હરાવી આપનાં ઉમેદવાર રાહુલ વસાવાનો ૧૧૫૯ મતથી ભવ્ય વિજય થયો હતો.જયારે આપના વિજેતા રાહુલ વસાવાને ૨૬૩૮ મત મળ્યા હતા.તો ભાજપાના પરાજિત ઉમેદવાર સુરેશ વસાવાને ૧૪૭૯ મત મળ્યા હતા.તો કોંગ્રેસના ગંભીર વસાવાને ૪૧૩ મળ્યા હતા.જયારે ચોથા નંબરે અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર વસાવાને ૧૧૯ મળ્યા હતા.કુલ મતદાન ૪૭૩૨ થયું હતું જયારે નાટોના ૮૩ મત પડયા હતા.
જોકે ઝાંક બેઠક પર ભાજપાનાં વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો હતો.ખાસ કરીને ગામના બિસ્માર રોડ રસ્તા,પાણી શિક્ષણનાં પ્રશ્નો નડયા હતા.ભાજપની જીતેલી ઝાંક બેઠક જાળવી રાખવા ભાજપે એડીચોંટીનું જોર લગાવ્યું હતું.ખાસ કરીને મંત્રી ભીખુસિંહ પરમાર,સાંસદ મનસુખ વસાવા સહીત ભાજપાનાં દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી હતી છતાં ભાજપની હાર થતા ભાજપ છાવણીમાં ચિંતાનો અને ચિંતનનો વિષય બન્યો છે.જયારે ઝાંક બેઠક પર એકલા ચૈતર વસાવાની આગેવાનીમાં આપે બેઠક આચકી લીધી હતી.ઝાંક બેઠકનાં આપના ઉમેદવાર રાહુલ વસાવાનું વિજય સરઘસ નીકળ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is