(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ તે અંતર્ગત પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ,બોડેલી ડીવિઝન નાઓના અંગત તથા સચોટ માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ટીમ બનાવેલ જે દરમ્યાન કરાલી પોલીસ સ્ટેશન ગુ.ર નંબર ૨૭/૨૦૧૫ આઇપીસી કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૩૨૮ તથા પ્રોહિ.કલમ ૬૬(૧) બી, ૬૫ એ,ઈ ૬૭સી, ૮૧,૧૧૬ બી મુજબના ગુનાના કામનો છેલ્લા દસ વર્ષથી નાસતો-ફરતો આરોપી નામે ઈશ્વરસિંહ હરીસિંહ રાજપુત (ઉર્ફે બાપુ) (તવર) રહે. મકાન નંબર ૩૬૦ સી-બ્લોક સેકટર -૯ હિરણ મગરી ઉદયપુર તા.ગીરવા જી.ઉદયપુર (રાજસ્થાન) નાઓ હાલ હીરણ મગરી વિસ્તાર, જી.ઉદયપુર (રાજસ્થાન) નો હોવાની પાક્કી બાતમી કરાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.કે.પંડ્યા નાઓને મળતા સદર બાતમી હકીકત વર્ણન મુજબના આરોપીને લોકલ પોલીસની મદદથી બે દીવસના સઘન પ્રયત્નો થકી આરોપી સવિના વિસ્તારના બજારમાં ચા-પીવા આવેલ જ્યાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ હોય આરોપીને હસ્તગત કરી કરાલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is