best news portal development company in india

પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થી અદનાન ઐયુબ પટેલ સ્ટેન્ડ-અપ કોમેડી સ્પર્ધામાં સતત બીજી વખત વિજેતા

SHARE:

સુરત,

પીપી સવાણી યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા વિકસાવવાની અને નવી તકો મેળવવાની પ્રેરણા આપતી રહી છે. યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે, અને હવે સ્ટેન્ડ-અપ કોમેડી જેવા મંચ પર પણ તેમના ટેલેન્ટને ઓળખ મળી રહી છે.

ભરૂચના રહેવાસી અને પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થી અદનાન ઐયુબ પટેલ એ યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્ટેન્ડ-અપ કોમેડી સ્પર્ધામાં સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવવાની સિદ્ધિ મેળવી છે.તેમની પ્રસ્તુતિએ માત્ર જજોને જ નહીં, પરંતુ પ્રેક્ષકોને પણ હસવીને લોટપોટ કરી દીધા હતા. તેમની જબરદસ્ત હાસ્યકલા, સમયની સમજ અને નિખાલસ રજૂઆતના કારણે તેઓ ફરી એકવાર વિજેતા બની શક્યા.

અદનાન ઐયુબ પટેલનું હાસ્યપ્રદર્શન તેમના તીવ્ર અવલોકનશક્તિ અને વિટપૂર્ણ અભિવ્યક્તિ માટે જાણીતું છે. તેમણે સ્ટેજ પર આવા મુદ્દાઓને સ્પર્શ્યા જેની સાથે દરેક વ્યક્તિ જોડાણ અનુભવી શકે. સમાજમાં થતી સામાન્ય ઘટનાઓને વિનોદભર્યા અંદાજમાં રજૂ કરીને, તેમણે પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું.

સ્પર્ધામાં અનેક સ્પર્ધકો ભાગ લીધા હતા.પરંતુ અદનાનની કોમિક ટાઈમિંગ, અવાજની ઉછાળો અને દર્શકો સાથેની કુદરતી જોડાણ ક્ષમતા તેમને સૌથી અલગ અને શ્રેષ્ઠ બનાવતી હતી. તેમની રમૂજમાં રહેલા ચુસ્ત સંદેશાઓ અને યુવા પેઢી માટે ઉપદેશાત્મક અંગ્રજીઓ પણ તેઓ સરળતાથી રજૂ કરી શકે છે, જે તેમને એક ઉત્તમ સ્ટેન્ડ-અપ કોમેડિયન બનાવે છે.

વિજય પછીની તેમની ખુશી વ્યક્ત કરતાં, અદનાન પટેલે કહ્યું, “મને ખૂબ ગર્વ અનુભવી રહ્યો છે કે મારી મહેનત અને કૃએટિવિટીનું ફળ મળી રહ્યું છે. સ્ટેન્ડ-અપ કોમેડી મારી માત્ર હોબી નથી, પણ તે એક કલા છે જેનાથી હું લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકું છું. યુનિવર્સિટીના સપોર્ટ અને મિત્રોના ઉત્સાહવર્ધન વિના આ શક્ય ન હોત.”

તેમણે ખાસ તેમના પ્રોફેસર્સ અને યુનિવર્સિટીના સંચાલકોનો આભાર માન્યો કે જેઓ વિદ્યાર્થીઓને આ પ્રકારના પ્લેટફોર્મ પૂરા પાડી રહ્યા છે.

પીપી સવાણી યુનિવર્સિટીએ અદનાનની સતત બીજી જીતને ધ્યાનમાં રાખીને તેમને એક વિશેષ સન્માન સ્વરૂપે ટ્રોફી આપી સન્માનિત કર્યા. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું, “અમારા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં, પરંતુ કલાક્ષેત્ર અને અન્ય સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં પણ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યા છે. અદનાનનું આ પ્રદર્શન યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક પ્રેરણા રૂપ છે.”

અદનાન ઐયુબ પટેલની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પણ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે કે જો મહેનત અને આગ્રહ હોય, તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકાય છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!