(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ મંદિર ખાતે એકશામ બહેનો કે નામ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું હતું.જેમાં એવોર્ડ આપી મહિલાઓને સન્માનિત કરાયા હતા.
જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા વિકાસ મહામંડળ દ્વારા આતાપી સેવા ફાઉન્ડેશનની મદદથી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જંબુસર તાલુકાની ૬૦૦૦ જેટલી મહિલાઓના યોગદાન અને તેમના અનન્ય પ્રગતિ પથને ઉજવવા એક શામ બહેનો કે નામ એવોર્ડ નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલા મંચ પ્રમુખ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ઉષાબેન, પારુલ યુનિવર્સિટી પ્રોફેસર શ્રુતિ ભોંસલે, દીપક મકવાણા,ડીએલએમ પ્રવીણભાઈ વસાવા ,પીએસઆઇ વૈશાલીબેન આહીર,આતાપી સીઈઓ નંદની શ્રીવાસ્તવ,ડાયરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા, લીનાબેન, ધનુબેન રણા, સહિત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ત્યારબાદ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું અને સંદેશ આપ્યો હતો કે અમે અલગ છે. પણ એક સમાન એક સાથે છે. ત્યારબાદ અલગ અલગ નૃત્ય સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સ્વ સહાય જૂથના બહેનોને શ્રેષ્ઠ મહિલા ખેડૂત ૧૦૦, શ્રેષ્ઠ ડેરી એવોર્ડ પાંચ, ૧૫ એસ એચ જી એવોર્ડ,૧૫ કપલ ચેમ્પિયન,૨૨ રમતગમત એવોર્ડ, પ્રતિભા ઓફ ધ મન્થ વિજેતા ૧૫, વધારે અને કંઈક અલગ ભણેલ દીકરીના માતા-પિતા એવોર્ડ ૯, વડીલ મહિલા એવોર્ડ ૧૦ યુવા ચેન્જ એજન્ટ સહિત મળી ૨૦૦ જેટલી બહેનોને ઉપસ્થિત મહેમાનોને હસ્તે એવોર્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તથા સ્વ સહાય જૂથની બહેનો દ્વારા સ્વાનુભવ વર્ણવ્યા, મંડળ થકી બેહનો નિર્ભર બની પ્રગતિના પંથે આગળ વધવા હાકલ કરી હતી.તથા દીકરીઓને અભ્યાસમાં આગળ લાવવા શિક્ષણ માટે પ્રેરવા જોઈએ તેમ જણાવ્યું હતું.
મહિલા સંમેલનમાં દૂધધારા ડેરી દિવ્યાંગભાઈ, અશોકભાઈ મકવાણા, ઝેન સ્કૂલ, ડાબા સ્કૂલમાંથી શિક્ષક ગણ,ચંદુભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ હેડ રાહુલ ભદોરીયા,મેનેજર શબનમ કુરેશી અને ટીમે જહમત ઉઠાવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is