best news portal development company in india

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી કરાલી પોલીસ

SHARE:

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની અસરકારક કામગીરી કરવા જિલ્લાની પોલીસને સુચના આપી છે.જે અન્વયે કરાલી પોલીસે નાસતા-ફરતાં આરોપીઓને પકડવા માટે સઘન પેટ્રોલીંગ હાથધરી હતી.આ દરમ્યાન કરાલી પોલીસ મથકમાં નોંધાયેલ ગુ.ર નંબર ૧૩૪/૨૦૨૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કલમ ૩,૪(૩) તથા આઈપીસી કલમ ૪૪૭,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો તા.૧૩/૦૫/૨૦૨૧ ના રોજ કરાલી પો.સ્ટેમાં રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામના આરોપીઓ (૧) દામસીંગભાઈ ભંગીયાભાઈ રાઠવા રહે.સાઢલી,ગમોણ ફળીયા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર તથા (૨) રેમલીબેન સુમલાભાઈ રાઠવા રહે.સાઢલી,ગમોણ ફળીયા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર તથા (૩) વેચાતભાઈ રાળીયાભાઈ તડવી રહે.સાઢલી, ગમોણ ફળીયા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર હાલ રહે.છોટાઉદેપુર, કવાંટ નાકા, તા.જી.છોટાઉદેપુર તથા (૪) કલસીંગભાઈ ભંગીયાભાઈ રાઠવા રહે.સાઢલી,ગમોણ ફળીયા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર તથા (૫) નરતનભાઈ ભંગીયાભાઈ રાઠવા રહે.ઘોડીયાલા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર તથા (૬) નરેશભાઈ નરતનભાઈ રાઠવા રહે.ઘોડીયાલા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર નાઓ વિરુધ્ધ ગુનો નોંધાયેલ હોય જેમાં આરોપી નંબર-૧,૨,૪,૬ નાઓ પકડાઈ ગયેલ અને તેઓ વિરુધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ અને આરોપી નંબર ૩ અને ૬ નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટ માંથી પોતાની ધરપકડ નહી કરવા અંગેનો સ્ટે મેળવેલ હોય જે હાઈકોર્ટે સ્ટે મે-૨૦૨૪ થી રદ્દ થયેલ હોય ત્યાર બાદથી આજદીન સુધી આ કામના બન્ને આરોપીઓ વેચાતભાઈ રાળીયાભાઈ તડવી તથા નરતનભાઈ ભંગીયાભાઈ રાઠવા બન્ને રહે. ઘોડીયાલા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર નાઓ છેલ્લા આઠ માસથી પોતાની ધરપકડ ટાળવા સારૂ સતત રહેણાંક બદલી નાસતા-ફરતા હોય, જે બાબતે હ્યુમન રીસોર્સ તથા ટેકનીકલ રીસોર્સથી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર ડી.કે.પંડ્યાને મળેલ પાક્કી બાતમીના આધારે ઉપરોક્ત બન્ને આરોપીઓનુ પગેરૂ શોધી કાઢી તેઓને ઝડપી પાડવામાં કરાલી પોલીસને સફળતા મળેલ છે અને ઉપરોક્ત આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!