– ઈથેનોલ સરકારી ત્રણ ઓઈલ કંપનીને આપવામાં આવતા આવકનો સીધો ફાયદો ખેડૂતોને થશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ નર્મદાના ૨૨ હજાર ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગર હવે દૈનિક ૧.૨૦ લાખ લિટર ઇથેનોલ.ઉત્પાદન કરનારી રાજ્યની પ્રથમ નર્મદા સુગર બનશે.નર્મદા સુગર ધારીખેડાએ ખાંડ ઉત્પાદનની સાથે મોલાસિસ અને ઈથેનોલનું ઉત્પાદન શરૂ કર્યું છે.દૈનિક ૬૦ હજાર લીટરના બે પ્લાન્ટ મળી કુળ ૧.૨૦ લાખ લીટર ઈથેનોલનું ઉત્પાદન થશે જેને આ ઈથેનોલ સરકારી ત્રણ ઓઈલ કંપનીને આપવામા આવતા આવકનો સીધો ફાયદો ખેડૂતોને થશે. એનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાંડનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને શેરડીમાંથી ખાંડના ઉત્પાદન સાથે મોલાસીસનું ઉત્પાદન કરવા અનુરોધ કર્યો હતો. જે આધારે નર્મદા જીલ્લામાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રસિંગ કરી તેના મોલાસિસ માંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા આ ઈથેનોલને સીધા સરકારી ઓઈલ કંપનીઓ ખરીદી રહી છે.નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલ છેલ્લા ૩૫ વર્ષથી નર્મદા સુગરનાં વહીવટ ચલાવે છે.એકદમ પારદર્શક વહીવટ અને ઓનલાઈન વહીવટ કરવામાં આવી રહ્યો છે.સ્થિરતા, સ્થિર વહીવટ માં તેઓ માને છે અને આ ડિસ્ટિલરી, ઓર્ગેનિક ખાતર સહિતના પ્લાન્ટ ઘનશ્યામ પટેલના સુંદર વહીવટનો ફાળો છે.જેના થકી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે.
નર્મદા સુગરનાં મોલાસિસથી ઈથેનોલ બનાવવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી રોજના ૬૦ હજાર લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.જ્યારે બીજો ૬૦ હજાર લીટરનો પ્લાન્ટ તૈયાર છે.જે આગામી દિવસમાં ચાલુ થશે એટલે ૧.૨૦ લાખ લિટર ઈથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરનારી રાજ્યની નર્મદા સુગર બનશે.આ ઈથેનોલ સરકારી ત્રણ ઓઈલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી કરી ૨૧ દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે.જેનાથી ભરૂચ નર્મદા જીલ્લાના ૬ તાલુકાના ૨૨ હજાર ખેડૂતોને લાભ મળશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is