best news portal development company in india

ઝઘડિયા ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ઝઘડિયા – કારંટા બસ બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી

SHARE:

– સ્ટાફ ઓછો હોવાનું જણાવી લાંબા રુટની બસ બંધ કરી દેવાતા ભરૂચ નર્મદા સહિત અન્ય જીલ્લાના મુસાફરોને તકલીફ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ડેપો માંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી.પાછલા કેટલાક સમયથી ઝઘડિયા – કારંટા બસ ઝઘડિયા ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવતા ભરૂચ,નર્મદા સહિત છોટાઉદેપુર અને પંચમહાલ જીલ્લાના લોકો આ બસનો ઉપયોગ કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ઝઘડિયાથી કારંટા માટેની બસ સેવા વર્ષોથી ચાલતી હતી. ઝઘડિયાથી રાજપીપલા વચ્ચેની પટ્ટી પરના ગામોના મુસાફરો તેમજ કેવડીયા, દેવલીયા, બોડેલી, હાલોલ, ગોધરા, લુણાવાડા વિસ્તારના આ બસનો લાભ લેતા મુસાફરોને ઝઘડિયા ડેપો સત્તાવાળાઓના મનસ્વી નિર્ણયથી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.આ બસ સવારે ઝઘડિયાથી નીકળીને કારંટા પહોંચ્યા બાદ ત્યાંથી પરત ઝઘડિયા આવતી હતી.
ઝઘડિયા ડેપો મેનેજરનો આ બાબતે સંપર્ક કરતા તેમણે સ્ટાફ ઓછો હોવાનું જણાવ્યું પરંતું ઝઘડિયા ડેપો માંથી લોકલ અને લાંબા અંતરના ઘણા રુટો માટે નિયમિત બસો ચાલતી હોય છે.ત્યારે ઓછા સ્ટાફનું ગ્રહણ લાંબા અંતરની ઝઘડિયા થી કારંટા બસને જ નડ્યું?! અને જો સ્ટાફ ઓછો હોયતો અન્ય નવા રુટ કેવી રીતે શરૂ કરાય છે? વળી જો સ્ટાફની કમી જ હોય તો ઝઘડિયા ડેપો સત્તાવાળાઓ ડિવિઝનલ કે રાજ્ય સ્તરે રજુઆત કરીને સ્ટાફની કમીની પૂર્તિના કરી શકે? કે પછી કારંટાના રુટની બસ કાયમ માટે બંધ કરી દેવાનો ઇરાદો તો નથીને? ત્યારે ભરૂચ એસટી ડિવિઝનના સત્તાધીશો પણ વિશાળ મુસાફર જનતાના હિતમાં તાકીદે આ બાબતે યોગ્ય કરવા આગળ આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!