best news portal development company in india

7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય

SHARE:

માર્ચ મહિલાની શરુઆત થઈ ગઈ છે. આ મહિનામાં હોળીનો તહેવાર ધામ ધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરુ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી. જેના કારણે કાર્યોમાં વિધ્ન આવી શકે છે. એટલે હોળાષ્ટક દરમિયાન લગ્ન વિધિ, ગૃહ પ્રવેશ અને નામકરણ સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક માન્યતા પ્રમાણે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ઘણી યાતનાઓ આપી હતી. આ દરમિયાન પૂજા- અર્ચના અને જપ -તપ જેવા શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે શરુ થાય છે અને તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

હોળાષ્ટક ક્યારે શરુ થઈ રહ્યા છે
હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે 7 માર્ચ 2025ના રોજ હોળાષ્ટક શરુ થઈ રહ્યા છે અને તેનું સમાપન 13 માર્ચ 2025ના રોજ થશે અને તે પછીના દિવસે 14 માર્ચ 2025ના રોજ હોળી મનાવવામાં આવશે.
હોળાષ્ટકમાં શુ કરવું જોઈએ
હોળાષ્ટકના સમયગાળામાં હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પુણ્યફળદાયી માનવામાં આવે છે. તેના કારણે જીવનમાં સકારાત્મકતા આવે છે.
હોળાષ્ટક દરમિયાન ગરીબો અને જરુરીયાતમંદોને અનાજ, કપડાં અને ધનનું દાન કરી શકે છે. માન્યતા પ્રમાણે આવુ કરવાથી જીવનમાં સુખ -સમૃદ્ધિનું આગમન થાય છે.
હોળાષ્ટકમાં પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરવું લાભદાયી માનવામાં આવે છે.

હોળાષ્ટકમાં શું કરવું જોઈએ
હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ મુંડન સંસ્કાર સહિતની માંગલિક વિધિનું આયોજન કરવામાં આવતું નથી.
હોળાષ્ટકમાં નવા ઘરનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવતું નથી.
હોળાષ્ટકના સમયગાળામાં સોનું, ચાંદી અને નવા વાહન સહિતની કિંમતી વસ્તુઓ ખરીદવા શુભ માનવામાં આવતા નથી.
આ ઉપરાંત આ સમયગાળામાં ક્રોધ અને વાદ – વિવાદથી બચવું જોઈએ.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. BNI આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!