સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે. ઉનાળાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન. ઉનાળામાં મહતમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. હિટવેવના દિવસોમાં પણ વધારો થશે.
4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેથી મહત્તમ તાપમાન વધ-ઘટ રહેશે. 23 માર્ચથી ગરમી વધશે. આ વખતે માર્ચ માસથી રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શકયતાઓ રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી કેટલાક રાજ્યોમાં જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 10 મેથી આકરી ગરમી પડશે. 10 મે થી આંધી-વંટોળ વધે અને અરબ દેશ તરફથી આંધી આવી શકે છે.
ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું મહ્ત્વમ તાપમાન 39 ડીગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે. આ વખતે માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમા મહત્તમ તાપમાન 36 ડિ.ગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે. ઉત્તર-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢ ભાગોમાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે.
માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રીએ તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રીએ તાપમાન પહોંચશે. તો હવામાન વિભાગે હાલ આ અઠવાડિયે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસરની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે, બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પરંતું 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે. પરંતું આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે.
અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું કે, 8 -12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમી વધશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેશે. આગળ જણાવ્યું કે, 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પાડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા દેખાય છે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is