ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હૉલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી અને આ ઘટનાને શિસ્તભંગ કરાર કરી હતી. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, ‘મેં વીડિયોમાં જોઈ લીધું છે કે, આ કોણે કર્યું પરંતુ, હું કોઈ સભ્યનું નામ નહીં લઉં.’
વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ મંગળવારની (ચોથી માર્ચી) કાર્યવાહી શરૂ થતાં સૌથી પહેલાં આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે ખૂબ જ ગંભીરતાથી કહ્યું કે, ગૃહમાં આ પ્રકારની કોઈ હરકત જરાય સ્વીકાર્ય નથી. આજે સવારે મને સૂચના મળી કે, આપણી વિધાનસભામાં હાલ કોઈ માનનીય સભ્યએ પાન મસાલો ખાઈને થૂંકી દીધું. હું આવ્યો અને મેં સાફ કરાવ્યું. મેં વીડિયો જોઈ લીધો છે કે, આ કોણે કર્યું પરંતુ, હું કોઈનું અપમાન કરવા નથી ઈચ્છતો. વિધાનસભા કોઈ વ્યક્તિની નથી પરંતુ, 403 ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશની 25 કરોડની જનતાની છે. તેને સ્વચ્છ અને ગરિમામય બનાવી રાખવું તમામ સભ્યોની જવાબદારી છે.’
આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જેણે પણ આ કૃત્ય કર્યું છે, તેની ઓળખ થઈ ગઈ છે. જો આ સ્વયં આગળ આવીને પોતાની ભૂલ સ્વીકારે છે તો ઠીક છે નહીંતર મારે તેને બોલાવવું પડશે. આ સિવાય હું તમામ સભ્યોને અપીલ કરૂ છું કે, જો કોઈ ધારાસભ્ય આ પોતાના સાથીને આ પ્રકારનું કૃત્ય કરતા જુએ છે તો તેને તુરંત આવું કરતા રોકે, આ ગૃહ આપણાં બધાંની મર્યાદા અને ઉત્તર પ્રદેશની જનતાની આસ્થાનું કેન્દ્ર છે. તેને સ્વચ્છ અને સન્માનજનક બનાવી રાખવું આપણી જવાબદારી છે.’

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is