best news portal development company in india

ભરૂચની ૨૮૩ ખાનગી શાળામાં ૩૩૪૮ બાળકોને RTE હેઠળ પ્રવેશ મળશે

SHARE:

ભરૂચ,
ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ વંચિત અને નબળા પરિવારના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણી શકે માટે RTE અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.જેના માટે ભરૂચ જીલ્લાના વાલીઓ ૧૨ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ત્યાર બાદ અરજીના આધારે નીતિ નિયમ મુજબ તપાસ કરી બાળકોને RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.ત્યારે આ વર્ષે RTE અંતર્ગત ભરૂચ જીલ્લાની ૨૮૩ ખાનગી શાળામાં ૩,૩૪૮ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે.
ગત વર્ષે નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા બાળકોને ૬ વર્ષ પૂરા થયા બાદ ધોરણ ૧ માં પ્રવેશ આપવાના નિયમના કારણે ધોરણ ૧ માં ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો અને RTE અંતર્ગત ગત ખાનગી શાળામાં ધોરણ ૧ માં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેના ૨૫ ટકા વિદ્યાર્થીઓ જગ્યા RTE માટે નક્કી કરવામાં આવે છે.જેને લઈને ગત વર્ષે RTE અંતર્ગત ફક્ત ૧,૯૯૧ જગ્યા ફાળવવામાં આવી હતી.આ વર્ષે ગત વર્ષ કરતાં ૧,૩૫૭ જગ્યા વધુ ફાળવવામાં આવી છે.ત્યારે આ વર્ષે RTE અંતર્ગત ભરૂચ જીલ્લાની ખાનગી શાળામાં ધોરણ ૧ માં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરતા વાલીઓ અરજી કરતી વેળા તમામ જરૂરી પુરાવા જેવાકે બાળકનો જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડ, પિતા અને માતાનું આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વિકલાંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને સ્થાનિક રહેવાસી પુરાવા જેવાકે રેશનકાર્ડ, લાઈટ બિલ સાથે રાખવાના રહેશે.તેમજ ઓનલાઈન ફોર્મ ભરતી વેળા એક થી વધુ નજીકની શાળાની પસંદગી કરવાની રહેશે.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!