best news portal development company in india

દહેજની નિયોજન કેમિકલ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ

SHARE:

– પાંચથી સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ ૧૬ ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ
– કંપનીઓમાં વારંવાર બનતા આગના બનાવના પગલે દહેજ સહિત આસપાસના ગામના લોકોમાં ગભરાટ પ્રસરી રહી છે
ભરૂચ,
દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી.આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દેહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.લગભગ પાંચ કલાકની જહેમત બાદ ૧૬ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. વાગરાના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.જેના કારણે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના ગામના લોકોમાં પણ અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.દહેજના SEZ-2 માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેના કારણે આગની જવાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથધર્યો હતો.લગભગ પાંચથી સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ ૧૬ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.કંપનીના એમ.પી.પી -3 પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જેમાં કંપનીનઓ વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો.ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી.તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકશાન પહોંચ્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

દહેજ સેઝ -૨ માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં ભીષણ આગ #fire #dahej #comonay

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!