best news portal development company in india

કંપનીમાં મુકેલ કામદારોનું પોલીસ વેરિફિકેશન ન કરાવતા લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો નોંધાયો

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈ ડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે.ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે.ઝઘડિયા જીઆઈડીસીમાં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મુકવામાં આવતા હોય છે.સામાન્ય રીતે કંપનીઓમાં મુકેલ કામદારોનું જેતે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે.ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન જીઆઈડીસીની વેલસ્પુન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઈઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ પર મુકેલ ૫૫ કામદારો પૈકી ૧૨ કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવ્યું હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું.કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવી જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું સામે આવતા આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના જમાદાર હસમુખભાઈ દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઈઝના જવાબદાર ઈન્ચાર્જ સંતોષ જ્વાલાપ્રસાદ શર્મા હાલ રહે.તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મુળ રહે.મહારાષ્ટ્રના વિરુધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ઘટનાને લઈને ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારો મુકી પોલીસ વેરિફિકેશન નહિ કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાની જીઆઈડીસીઓમાં કાર્યરત કંપનીમાં મુકાતા કામદારોના વેરિફિકેશન કરાયા છે કે નહિ તે તપાસનો વિષય બન્યો છે. 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!