best news portal development company in india

મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો

SHARE:

– મહિલા ક્વયિત્રી સહીત વિશેષ સિદ્ધિ મેળવનાર ૩૦ મહિલાઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

– નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર ક્વયિત્રી સંમેલન યોજાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા  તથા વુમન ડેવલપમેન્ટ સેલ, આર. એમ. કોમર્સ કોલેજ, રાજપીપલા તથા નર્મદા સાહિત્ય સંગમ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો હતો તેમાં મહિલા ક્વયિત્રી સહીત વિષેશ સિદ્ધિ મેળવનાર ૩૦ મહિલાઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા શિક્ષણઅધિકારી ડૉ.કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિઅનના પ્રમુખ વંદના ભટ્ટે  માર્ગદર્શન આપ્યું હતું.જયારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપાલ અમિષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે નોંધપાત્ર સાહિત્યની પ્રવૃતિ કરનારા ક્વયિત્રીઓ,શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમનસ્ટીક ટ્રેંમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સરલાબેન રાજેન્દ્રભાઈ તડવી,પ્રમુખ જય ગાયત્રી મિશન મંગલમ તથા જશીબેન ઠાકોરભાઈ તડવી, પ્રમુખ આશાપુરા મિશન મંગલમ મંડળ,એકતાનગરનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું મહિલા દિન ઉપર ૮ કવિયિત્રી બહેનોએ કવયિત્રી સંમેલનમાં ભાગ લીધો હતો.જોકે આ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિ કરણ અંગે માહિતી આપી હતી.ખાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહિલાઓ આગળ આવે એ માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને મહિલાઓ આગર વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!