ભરૂચ,
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઈદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપનાં નવનિયુકત પ્રમુખ પ્રકાશ મોદીનાં પ્રમુખપદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ વિભૂતીબેન યાદવનાં અતિથિ વિશેષ પદે આયોજીત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા જે.એસ.એસનાં નિયામક ઝયનુલ આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રિય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે? તેનાં ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહિં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનુ વિશેષતમ યોગદાન પોતાની શકિત કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે આજે આ સંસ્થાનમાં પણ ૯૦% મહિલાઓનો ફાળો છે જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે.ટૂંકમાં કહીએતો મહિલાઓએ કૌશલ્યદક્ષ તાલીમ થકી આત્મ નિર્ભર બની છે.જે ગૌરવની બાબત છે.
મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટય કરીને સ્ટાફ સભ્યગણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રસંગે પ્રમુખપદેથી બોલતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં આમંત્રીત કરવા બદલ આ સંસ્થાનો ખુબ-ખુબ આભારમાનુ છું.૮મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવે છે અને ૨૧ જુને યોગા દિવસ ઉજવવામાં આવે છે.આજે મારે આ સૌને સંદેશ આપવાનો જે મહિલા સશકતિકરણમાં ખૂબ આગળ નીકળી ગયેલ છે તેઓ નવસેના, આર્મિ કે સીમારક્ષક ક્ષેત્રે પણ મહત્વની યોગદાન આપી રહેલ છે.રમત ગમત ક્ષેત્રે પી.ટી ઉષા અને અવકાશ યાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે.નારીનુ કામ અનેરૂ ઉમદા છે નારી તુ નારાયણી છે તે ગૃહકાર્યમા સાથે પતિનાં અન્ય કામમા પણ મદદરૂપ થાય છે આજે મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે.આજે અહિયા જેને સન્માનપત્ર, પ્રમાણપત્ર, એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરી છે જે તેમને ઉમદા કામગીરીને કારણે મળી છે.તેમને મારી શુભેચ્છા છે અને વંચિત રહેલાને સતત કાર્યરત રહેવા મારી વિનંતિ છે. સ્થાનિક રાજય અને રાષ્ટ્રિયકક્ષાએ આંતરરાષ્ટ્રિય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી છે.તેની માહિતી પ્રદાન કરી હતી અતિથી વિશેષ પદેથી બોલતા નગરપાલીકાનાં પ્રમુખ વિભૂતીબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને મહિલાઓને જણાવ્યુ કે તુ આગળ વધ હુ તારી પાછળ છુ સૌ સાથે મળીને કામ કરીશુ. અગ્રણી મહિલાઓ કે જે તેમનાં વિશેષ યોગદાન માટે સન્માનિત કરાયા હતા જેમાં અત્રેનાં બોર્ડ મેમ્બર ઈન્દિરાબેન રાજ,વિભૂતીબેન યાદવ અને મંજુબેન પરમાર હતા.ત્યાર બાદ મહિલા પ્રશિક્ષકો સારિકાબેન પ્રજાપતિ,આબેદાબેન રેઠડા અને છાયાબેન પાટીલને પોતાનાં ક્ષેત્રની શ્રેષ્ઠત્તમ કામગીરી બદલ કૌશલાચાર્ય એવોર્ડ મહાનુભાવોનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.સાથે સાથે જે.એસ.એસના સ્ટાફ સભ્યો ક્રિષ્ણાબેન કઠોલીયા,હેતલબેન પટેલ,રૂપલબેન રાણા અને અમિતાબેન વસાવાને સુંદર કામગીરીને બિરદાવી તેમનું બહુમાન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
એવોર્ડ દ્વારા સન્માનિત બહેનો ઈન્દિરાબેન રાજે પોતાના પ્રતિભાવ રજુ કર્તા જણાવ્યુ કે કોશિશ ચાલુ રાખ હક માટે લડવુજ જોઈએ અને મંજુબેન પરમારે પોતાના પ્રતિભાવો રજુ કરતા જણાવ્યુકે સ્ત્રી કદિ હિમ્મત હારતી નથી બહેનોએ કોઈપણ ક્ષેત્રે ભાગ લઈ આગળ વધવુ જોઈએ કોઈ પણ કાર્યક્રમમા પાછળ પડવુ જોઈએ નહી.
આ પ્રસંગે વડોદરાથી આવેલ ડૉ.રિઝવાનાબેન મિસ્ત્રી દ્વારા હાજર મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અને માનસીક સ્થીતિ ગુમાવ્યા વગર કોઈપણ કામમા તદુરસ્તીને અસર ન થાય તે રીતે સ્વતંત્ર જિવન જીવવુ જોઈએ ક્દી મુંજાવુ ન જોઈએ પર્સનલ અને પ્રોફેશનલ બનીને રહો. સદસ્યોને પ્રભાવિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. સમારંભના પ્રમુખ અને જિલ્લા ભાજપનાં પ્રમુખનું સંસ્થા દ્વારા શાલ અને ખેસ પહેરાવી બહુમાન કરાયુ હતુ.
કાર્યક્રમનાં અંતે લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર ક્રિષ્ણા કઠોલીયાએ આભાર દર્શન રજુ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તી કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is