best news portal development company in india

ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૧,૮૨૧ કેસોનો નિકાલ થયો

SHARE:

– અલગ અલગ અદાલતોમાં ૧૦ વર્ષથી જુના ૭ કેસોમાં સુખદ સમાધાન થતા જુના પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો

ભરૂચ,

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામ,ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન આર.કે. દેસાઈના માર્ગદર્શન અને સેકટરી ડી.બી.તિવારીના સંચાલન હેઠળ ૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક અદાલત ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સાથે ન્યાયાધીશોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવેલ હતી.જેમાં ભરૂચ હેડ કવાર્ટરના ન્યાયાધીશો,વકીલ બારના હોદ્દેદારો,સરકારી વકીલો,ન્યાયખાતાના કર્મચારીઓ તથા ડી.જી.વી.સી.એલ, બેન્કો અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના અધિકારીઓ ઉપસ્થીત રહેલ હતા.

આ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતો દ્વારા કુલ મળી ૨૫, ૧૮૭ કેસો નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા.જેમાં લોક અદાલતના અંતે પોસ્ટ-લીટીગેશનના ૪૭૦૮ કેસો અને પ્રી-લીટીગેશનના ૭૧૧૩ કેસો મળી કુલ ૧૧,૮૨૧ કેસોનો એકજ દિવસમાં નિકાલ કરવામાં આવેલ છે.જેમાં કુલ મળી વિક્રમી ૧૩,૨૨,૭૬,૧૫૬ સેટલમેન્ટ રકમના વ્યવહારોનો સુખદ નિકાલ અદાલતો દ્વારા કરવામાં આવ્યા હતા.

વધુમાં આ લોક અદાલતમાં અલગ અલગ અદાલતોમાં ૧૦ વર્ષથી જુના કુલ ૭ કેસોમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સુખદ સમાધાન થતા જુના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!