– જેસપોર ગામની સપના અને વાપીની આલીફિયા નામની યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા થતા સપના તેના ઘરે થી ભાગી આલીફિયા સાથે વાપી ખાતે રહે છે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના જેસપોર ગામે રહેતા છોટુભાઈ મથુરભાઈ વસાવાની દીકરી સપના ઉ.વર્ષ આશરે ૩૦ જેસપોર ખાતે રહેતી હતી.સપનાને સોશ્યલ મીડિયા પર આલીફિયા કાચવાળા ઉ.વર્ષ આશરે ૨૫ નામની વાપીની યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી.તે દરમ્યાન સપના ઘરના કોઈને કહ્યા વગર જેસપોરથી આલીફિયા પાસે વાપી મુકામે પહોંચી ગઈ હતી. સપનાના પિતા છોટુભાઈ મથુરભાઈ વસાવા રાજપારડી પોલીસ મથકમાં પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.દરમ્યાન પોલીસે સપના અને આલીફિયા કાચવાળા ને શોધી કાઢ્યા હતા અને તેઓનો સંપર્ક કરી ગતરોજ બંનેનો જવાબ લેવા માટે રાજપારડી પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા સપના અને આલીફિયા બંને ગતરોજ રાજપારડી પોલીસ મથક ખાતે હાજર રહી પોતાના જવાબ લખાવી ફરી વાપી મુકામે જવા રવાના થયા હતા.આ ઘટના બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી આદિવાસી દીકરીને ભગાડી લઈ જવાના ગુનામાં આલીફિયા કાચવાળા નામની યુવતીની હિસ્ટ્રી તપાસ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જેમાં તેમણે રાજપારડી પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સપના વસાવા અને આલીફિયા કાચવાળાની મિત્રતા સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ માધ્યમથી થઈ હતી. પટાવી ફોસલાવીને આલીફિયા સપનાને વાપી થી મુંબઈ ફરવા માટે લઈ ગઈ હતી.સપનાના પિતા છોટુભાઈ એ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેની એક કોપી ડી.વાય.એસ.પીને સુપ્રત કરી. ફરિયાદના ૨૦ દિવસ બાદ સપના અને આલીફિયા કાચવાળા કે જે સપનાને ભગાડી ગઈ હતી તેઓ બંને પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે.પોલીસ જ્યારે સપનાનો જવાબ લે છે ત્યારે આલીફિયા પણ ત્યાં હાજર રહે છે.સપનાના પિતા તથા સગા સંબંધીઓ પોલીસને જણાવે છે કે આલીફિયાને પોલીસ સ્ટેશનથી દૂર કરી સપનાનો જવાબ લે,જેથી તટસ્થ રીતે જવાબ મળી શકે.પરંતુ પોલીસે એવું ના કર્યું જેથી પોલીસની ભૂમિકા આ બાબતે શંકાસ્પદ જણાય છે.પોલીસ સ્ટેશનમાં આવી આલીફિયા કાચવાળા અને સપના બંને ત્યાં હાજર હોય છે જેમને પોલીસ જેમાં પી.આઈ પોતે હાજર રહી તેમને ઘરે મૂકવા જાય છે.પોલીસ દ્વારા સપના અને એના માતા પિતાને યોગ્ય રીતે મદદ ના કરીને ભગાડી જનાર આલીફિયાને મદદ કરે છે.જેના લીધે શંકા ઉદભવે છે કે પોલીસ કોઈના દબાણમાં કામ કરી રહી છે.ગુજરાત પોલીસ અને ભરૂચની પોલીસ ઉત્તરપ્રદેશની પોલીસની જેમ આવી ઘટનાઓ માટે ગુનેગારોને પકડવા માટે કડકાઈથી કામગીરી કરી રહી છે તેમ અહીંયાની પોલીસે પણ ગુનેગારો સામે એ પ્રકારની કામગીરી કરવી જોઈએ. સાંસદ મનસુખ વસાવા એ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે હું ભરૂચ જીલ્લાની પોલીસને તથા રાજપારડી પોલીસ ઈન્સ્પેક્ટરને અપીલ કરું છું કે તે આલીફિયા કાચવાળાની હિસ્ટ્રી તપાસ કરીને તેની સામે એક આદિવાસીની દીકરીને ભગાડીને લઈ જવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરે.
સાંસદ મનસુખ વસાવાના સોશ્યલ મીડિયાના આ માધ્યમ થી પોલીસ ઉપર કરેલા આક્ષેપથી વાતાવરણ ગરમાયું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is