best news portal development company in india

ઝઘડિયાની બે સગી નર્સ બહેનોને કન્ટેનર ચાલકે ટક્કર મારતા બંને બહેનો ઈજાગ્રસ્ત થઈ

SHARE:

– નવીના અને મધુ બંને બહેનો હોસ્પિટલ માંથી તેમની ફરજ બાદ તેમની એકટીવા બાઈક લઈ ઘરે પરત ફરતા હતા તે દરમ્યાન અકસ્માત નડ્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના ખાટા આમલા ગામે રહેતી બે સગી બહેનો નવીના અને મધુ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સંજીવની ક્લિનિકમાં છેલ્લા એક વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવે છે,ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં બન્ને બહેનો તેમની ફરજ પરથી તેમની એકટીવા ગાડી લઈ ઘરે પરત જઈ રહ્યા હતા.તે સમયે કોહલર કંપનીના બીજા ગેટ પાસે વાલીયા તરફથી એક કન્ટેનર ચાલક પોતાનું કન્ટેનર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નવીના અને મધુ ની એકટીવા ગાડી સાથે સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમાં બંને બહેનો નીચે પડી ગયા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને પહેલા સીએસસી વાલિયા સારવાર માટે લઈ ગયા હતા જ્યાંથી તેમની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે  સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં પણ તેમણે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે રિફર કરવામાં આવી હતી અને ત્યાંથી પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં નવીનાબેનને માથાના પાછળના ભાગે,કપાળના ભાગે,ડાબી આંખની ઉપર અને જમણા ઘુટણે સામાન્ય ઈજા થયેલ તથા ડાબા પગે ઘૂંટણના નીચે ભાગે ફેક્ચર થયું હોવાનું ડોક્ટર જણાવેલ તેમજ તેમની મોટી બેન મધુબેનને માથાના ભાગે,મોઢાના ભાગે,જમણી આંખે ગંભીર ઈજા થઈ તથા ડાબા પગે ઘૂંટણના ભાગે ફેક્ચર હોવાનું જણાવ્યું હતું.જેથી નવીનાબેન મહેન્દ્રભાઈ વસાવાએ કન્ટેનર ચાલક વિરુદ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!