best news portal development company in india

ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની જીત થતાં ભરૂચ શહેર અને જીલ્લામાં ક્રિકેટ રસિયાઓ દ્વારા વિજયોત્સવની ઉજવણી

SHARE:

ભરૂચ,

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી.જેમાં ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૨૫૧ રન કર્યા હતા અને ભારતને  જીતવા માટે ૨૫૨ રનનો પડકાર ફેક્યો હતો.શરૂઆતથી રસાકસી બનેલી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી.જેમાં ભારતીય ટીમે ૪૯ ઓવરમાં શાનદાર મેળવી હતી.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં જીતની ઉજવણીનો માહોલ જામ્યો હતો.

નાના-મોટા સૌ લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા.ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય કર્યું હતું. પાંચબત્તી સર્કલ પર ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ફટાકડા અને આતશબાજીથી સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.શહેરના મુખ્ય માર્ગો પર લોકોની ભીડ જામી હતી.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહ્યો હતો.આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે.ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે.

તો બીજી તરફ આમોદ તિલક મેદાન ખાતે ડી.જે.ના તાલ સાથે દેશભક્તિના ગીતો ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવને વધાવી લીધો હતો.ક્રિકેટ મેચના રસિક ડી.જે.ના માલિક અનિલ રાણાએ ફ્રીમાં ડી.જે.વગાડી આમોદના ક્રિકેટ રસિકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું.આમોદ નગરનાં ક્રિકેટ મેચના વિજયોત્સવને લઈને કોઈ અનઈચ્છીત બનાવ ન બને માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ચૌટા નાકા અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.લોકોએ આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.આઈસીસી વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.હોળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.મોડી રાત સુધી લોકોએ વિજય ઉત્સવની ઉજવણી કરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!