best news portal development company in india

હોળી-ધૂળેટીને અનુલક્ષી વધારાની ટ્રીપનું ભરૂચ એસ.ટી વિભાગ ૩ દિવસ દરમ્યાન રોજની ૩૦ વધારાની ટ્રીપનું આયોજન

SHARE:

– ગત વર્ષે ૭૮ વધારાની ટ્રીપથી ૧૧ લાખની આવક થઈ હતી : ભરૂચથી દાહોદ – ઝાલોદના રૂટ પર ૧૦ માર્ચથી બસો શરૂ

ભરૂચ,

ભરૂચ ડેપો દ્વારા હોળી પુળેટીના તહેવાર ને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે ૧૦ માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે.જેમાં રોજની ત્રીસ વધારાની બસો  દોડાવવામાં આવશે.

ગુજરાતના પંચમહાલ દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે.જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હોય છે.ભરૂચ જીલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમા, કન્સ્ટ્રક્શનમાં કામ કરતાં હોય છે. હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી ૧૦ મી માર્ચથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.જે ભોલાવ ડેપો,નર્મદા ચોકડી ડેપો તેમજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી બસ ડેપોથી બસો ઉપડશે.

એસ.ટી.વિભાગના વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે ૭૮ એક્સ્ટ્રા બસ દ્વારા ૧૧ લાખ રૂપિયાની આવક થઈ હતી તે જોતા આ વખતે વધુ બસની ફાળવણી કરી રોજ ૩૦ બસ દોડાવવામાં આવનાર છે.આમ તારીખ ૧૦ માર્ચ થી ૧૨ માર્ચ સુધી ૩ દિવસમાં ૯૦ થી વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરીએથી “એસ.ટી આપના દ્વારે” સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે જે માટે તેઓ ડેપો મેનેજર તેમજ સુપરવાઈઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!