best news portal development company in india

નર્મદાની બોરીદ્રા પ્રાથ.શાળા પ્લાસ્ટિક મુકત શાળાની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાની બોરીદ્રા પ્રાથ.શાળા પ્લાસ્ટિક મુકત શાળા બની તેની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી છે.હવે આખા ગામને પ્લાસ્ટિક મુકત ગામ બનાવવા યુનિસેફ ન્યુ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે ટીમ બોરીદ્રા પહોંચી હતી હતી અને ગ્રામજનો સાથે મળીને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.જેમાં પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે જાગૃતિ રેલી, મટકા કંપોસ્ટિંગ ડેમોસ્ટેશન, ઘરનો કચરો સેન્દ્રિય ખાતર,સ્વચ્છતા સંદેશ કાર્યક્રમઅને ચિત્ર સ્પર્ધાના જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.મારું ગામ પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાતની સહયોગી સંસ્થા પુણે થી કેટલાક અધિકારી બોરીદ્રા શાળામાં આવ્યા હતા.તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે બાળકો,શિક્ષકો અને ગ્રમજનો સાથે જાગૃતિ રેલી કાઢી હતી.ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરાપેટી મૂકવામાં આવી હતી.તેમજ નવતર પ્રયોગ રૂપે કેટલાક ઘરની ચોકકસ બાજુમાં ત્રણ ત્રણ ફુટ જમીનમાં ખાડો ખોદીને ઘરનો અન્ય કચરો ઘર પાસે જ નાખવો જોઈએ જે કચરા ને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશ લોકો ને આપ્યો હતો.શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સ્વચ્છતા અધિકારી સચિદાનંદ સિંઘે સ્વચ્છતા બાબતે ખૂબ જ અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.તેમજ સાથે આવેલ સોશ્યલ અધિકારી  પ્રવિણ કાંબલેએ પણ સમાજ જાગૃત થાય તે હેતુનું પ્રવચન આપ્યું હતું.શાળાના બાળકોને સ્વચ્છતા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો,તલાટી ગ્રામ પંચાયતના સભ્યો,ગ્રામજનો,બાળકો તેમજ એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!