ભરૂચ,
રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશ્યિલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે આવ્યા હતા.
ડીસ્ટીક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે તેમને આખા દિવસ દરમ્યાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત સ્મશાન શાંતિવન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ્સ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા વિવિધ સર્વિસ પ્રોજેક્ટસ ની મુલાકાત લીધી હતી.ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ દ્વારા શિક્ષણ,મેડિકલ,પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રમાં કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ જન જાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણ કરી હતી અને આવનારા સમયમાં સમાજ ઉપયોગી કાર્યો રોટરી ક્લબ નિરંતર કરતું રેહસે તેવી બાહેધરી આપી હતી.ભરૂચ જીલ્લાની ટ્રાફિકની વધતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આવનારા સમય માં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે તેમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દાર,સેક્રેટરી રાહુલ મહેતા,પ્રોજેક્ટ ચેરમેન ભાવેશ હરિયાણી સહિતના અન્ય રોટરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is